મલબાર જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ રૂપિયા 4.72 લાખનો ચેઇન તફડાવ્યો

કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક પંડીત દીનદયાળ નગર ફલેટ એફ.101માં રહેતા અને યાજ્ઞિક રોડ પર મલબાર જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ખરીદીના બહાને 4.72 લાખનો…

કાલાવડ રોડ કટારીયા ચોકડી નજીક પંડીત દીનદયાળ નગર ફલેટ એફ.101માં રહેતા અને યાજ્ઞિક રોડ પર મલબાર જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી મહિલાએ ખરીદીના બહાને 4.72 લાખનો સોનાનો ચેઇન 1.27 ગ્રામનો ચોરી કરી લઈ જતા મેનેજર વિજયભાઇ સંતોષભાઇ બુલચંદાણી (ઉ.વ. 46)એ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાની ઓળખ મેળવી તપાસ શરૂૂ કરી છે.

મેનેજરે પોલીસમાં જણાવ્યું હતું કે,યાજ્ઞનીક રોડ ઉપર ડી.એચ. કોલેજની બાજુમાં આવેલ મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ લી મીટેડ કંપનીમાં શોરૂૂમ મેનેજર તરીકે છેલ્લા 10 વર્ષ થી નોકરી કરું છું.ગઇ તા.23/01ના રોજ સવારના હું મારી નોકરી ઉપર આવેલ અને રાત્રીના સાડા આઠેક વાગ્યે અમોએ અમારી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ કંપની બંધ કરી દીધેલ અને ત્યાર બાદ અમો તથા અમારા મલબાર કંપની ના સ્ટાફ માણસો દ્રારા મલબાર ગોલ્ડમાં રાખેલ સોનાના જુદા જુદા આભુષણો દાગીનાના સ્ટોક ગણતરી કરતા સ્ટોકમાં એક સોનાનો ચેઇન નંગ.01 27.59 ગ્રામનો 22 કેરેટ જેની કીમત આશરે રૂૂપિયા 4,72,000/- નો મળી આવેલ નહી.

જેથી અમોએ અમારા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ સ્ટાફ ને આ ચેઇન બાબતે પુછપરછ કરતા સ્ટાફ ને આ સોનાના ચેઇન બાબતે કંઇ ખબર નહી હોવાનુ સ્ટાફના માણસોએ જણાવેલ જેથી અમો એ અમારા મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ ના સી.સી.ટી.વી ફુટેજ તા.24/01/2026 ના સવારના અગીયારેક વાગ્યા થી કુટેજ જોતા અને તા. 25/01 રાત્રીના આઠેક વાગ્યે સી.સી.ટી.વી ફુટેજ જોતા સી.સી.ટી.વી માં ફુટેજ તા.23/01 ના બપોરના ક.04/50 વાગ્યે એક અજાણી સ્ત્રી મલબાર ગોલ્ડ એન્ડ ડાયમંડસ ડીસ્પ્લેય ટ્રે માંથી સોનાનો ચેઇન ચોરી કરતી નજરે જોવામા આવેલ છે.આ મામલે નાશી ગયેલ અજાણી સ્ત્રી તથા તપાસમા ખુલ્લે તે તમામ સામે એ ડિવિઝનમાં ફરીયાદ કરતા પોલીસે ઓળખ મેળવી તપાસ શરૂૂ કરી છે.ઉલ્લેખનીય છે કે,જાગનાથ પોલીસ ચોકીની બાજુમાં જ આવેલા શો રુમમાથી થયેલી ચોરીની ઘટનાને પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *