નવા UGC કાયદાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાયની ભીતિ: બ્રહ્મદેવ સમાજ દ્વારા રાજકોટ કલેક્ટરને આવેદન

  રાજકોટમાં શ્રી બ્રહ્મદેવ સમાજ – ગુજરાત દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) ના પ્રસ્તાવિત નવા કાયદા સામે વિરોધ નોંધાવી, તેની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની માંગ…

 

રાજકોટમાં શ્રી બ્રહ્મદેવ સમાજ – ગુજરાત દ્વારા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC ) ના પ્રસ્તાવિત નવા કાયદા સામે વિરોધ નોંધાવી, તેની ગંભીરતાપૂર્વક સમીક્ષા કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

સવર્ણ વિદ્યાર્થીઓના હિતની ચિંતા બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુક્લની આગેવાનીમાં અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા જાતિગત સમાનતા લાવવા માટે જે નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, તેનાથી સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાય થવાની ભીતિ છે. સમાજની માંગણી છે કે નવા કાયદાના અમલ પહેલા તેની તટસ્થ સમીક્ષા થવી જોઈએ.

ખોટી ફરિયાદોનો ડર આવેદનમાં ખાસ ઉલ્લેખ કરાયો છે કે, આ કાયદા હેઠળ કોઈ ખોટી ફરિયાદ કરે તો પણ વગર તપાસે કાર્યવાહી થવાની શક્યતા છે. એસસી (SC) અને એસટી (ST) સાથે હવે ઓબીસી (OBC) ને પણ જોડવામાં આવ્યા છે, પરંતુ ઓબીસી કોઈ જાતિ નથી પણ સામાન્ય વર્ગ જ છે. રાજકીય લાભ માટે અમુક જાતિઓનો ઓબીસીમાં સમાવેશ કરી દેવાયો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદનો મુદ્દો આગેવાનોએ રજૂઆત કરી હતી કે, વર્તમાન સરકાર રાષ્ટ્રવાદ અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાની વાત કરે છે, ત્યારે બીજી તરફ આવી નીતિઓથી સામાજિક વર્ગના બાળકોને અન્યાય થઈ રહ્યો છે. ગુનેગારને સજા મળવી જ જોઈએ, પરંતુ કાયદાના દુરુપયોગથી નિર્દોષ વિદ્યાર્થીઓ ભોગ ન બને તે જોવાની જવાબદારી સરકારની છે.

JNU નો ઉલ્લેખ આવેદન પત્રમાં દિલ્હીની જેએનયુ (JNU)નો પણ ઉલ્લેખ કરતા જણાવાયું હતું કે, જ્યાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર થયા હતા ત્યાં પણ પક્ષપાતી વલણ જોવા મળ્યું હતું. કાયદો માત્ર જાતિના આધારે દોષિત સમજવાને બદલે પુરાવા અને તથ્યોના આધારે સમાન હોવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *