ભગવતીપરાનો યુવાન વોર્ડ-16માં નોકરી કરતો’તો
શહેરના ભગવતીપરામાં રહેતો અને કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો યુવાન કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે ચાલુ ફરજે હતો ત્યારે હાર્ટએટેક આવતા બેભાન થઇ ઢળી પડતા તેનુ મોત નીપજ્યુ હતું.
જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ પર આવેલા અયોધ્યા પાર્ક શેરી નં.2માં રહેતો અને મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો સુનિલભાઇ લાખાભાઇ રાઠોડ (ઉ.વ.45)નામનો યુવાન આજે સવારે 8 વાગે કોઠારીયા રોડ પર નંદાહોલ પાસે સફાઇ કામદાર તરીકેની પોતાની ફરજ પર હતો ત્યારે અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી હાર્ટએટેક આવતા મરણ ગયાનુ જાહેર કર્યુ હતું.
આ અંગે ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચાર ભાઇ એક બહેનમાં નાનો અને વોર્ડ 16 બમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતો હતો. તેને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
