ચુલી ગામ નજીક હોટેલના પાર્કિંગમાં પડેલા ટ્રકમાં ચોરખાના બનાવી દારૂ સંતાડ્યો હતો
સુરેન્દ્રનગર LCB ટીમે ધ્રાંગધ્રાના ચુલી ગામ નજીકથી રૂૂ. 1.07 કરોડનો વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. અમદાવાદ-કચ્છ હાઇવે પર આવેલી આશીર્વાદ હોટલના પાર્કિંગમાં ઉભેલી એક ટ્રકના ચોરખાનામાંથી આ દારૂૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂૂ, ટ્રક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં દારૂૂબંધી અને જુગારની બદીને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત LCB પોલીસ ઇન્સ્પેક્ટર અને પો.સબ.ઇન્સ. જે.વાય.પઠાણ તેમજ પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી હાઇવે પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું.
પેટ્રોલિંગ દરમિયાન, LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે, કચ્છ-અમદાવાદ હાઇવે પર સોલડી ટોલ નાકાથી ચુલી ગામ તરફ જતાં આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી NL-01-Q-1030 નંબરની ટાટા કંપનીની ટ્રકની તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
ઝડપાયેલા મુદ્દામાલમાં કુલ 25,440 નાની ઇંગ્લીશ દારૂૂની બોટલ (ચપલા)નો સમાવેશ થાય છે, જેની કિંમત રૂૂ. 87,56,400 આંકવામાં આવી છે. આ ઉપરાંત, એક સિમ કાર્ડ, એક ફાસ્ટેગ અને રૂૂ. 20,00,000ની કિંમતની બંધ બોડીની ટાટા ટ્રક પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂૂ. 1,07,56,400નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.
આ મામલે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રકના ચાલક અને માલિક હાલ ફરાર છે અને તેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી શરૂૂ કરી છે. આ કેસની તપાસ LCB ટીમના પો.સબ. ઇન્સ. જે.વાય.પઠાણ, પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ.રાયમા અને સ્ટાફના એ.એસ.આઇ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ.દશરથભાઈ ઘાંધર, પો.કોન્સ સંજયભાઇ પાઠક, પો.કોન્સ ગીરીરાજસિંહ જાડેજા, પો.કોન્સ મેહુલભાઇ મકવાણા તથા ડ્રા.પો.હેડ કોન્સ યુવરાજસિંહ વાધેલા દ્વારા કરવામાં આવી હતી.
