મોરબી જીલ્લમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના 3 બનાવો બન્યા છે. જેમાં એક 21 વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું, જયારે અન્ય બે બનાવોમાં અકસ્માતે પડી જતા એક આધેડનું અને છાતીમાં દુખાવો ઉપડતા એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. પોલીસે આ ત્રણેય મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અપમૃત્યુનાં પ્રથમ બનાવ મુજબ વાંકાનેરનાં હસનપર સીમમાં ફયુચર રીફરેકરી સામે અવાવરું જગ્યામાં ગળાફાંસો ખાઈ લેતા 21 વર્ષીય પરિણીતા (લગ્નગાળો પાંચ વર્ષ) લલીતાબેન અક્ષયભાઇ દેવધાનું મોત થયું હતું. બીજા બનાવ મુજબ લાતી પ્લોટમાં રહેતા શ્રીકાંતભાઇ શિવરામભાઇ ઉ.વ.50 નામના આધેડ અકસ્માતે પડી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. અને ભડીયાદ કાટે વણકર સમાજની વાડી પાસે પોતાના ઘરે હોય દરમિયાન છાતીમાં દુખાવો ઉપડતા જેઠાભાઇ હીરાભાઇ પરમાર ઉવ. 60 નામના વૃદ્ધને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
માળિયાની સુલ્તાનપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલના પાણીમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું છે બનાવ અંગે માળિયા (મી.) પોલીસે વધુ તપાસ ચલાવી છે.
માળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ અજાણ્યો પુરુષ આશરે 35 થી 40 વર્ષ વાળો ગત તા. 24 ના રોજ બપોરના સમયે સુલ્તાનપુર ગામની સીમમાં આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
