ઉપલેટાના યુવાને દારૂના નશામાં શરીરે અને ગુપ્તાંગે છરીથી છરકા કર્યા

મુળ ભાવનગરનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતો સંજય ધરમદાસ ગોંડલિયા (ઉ.વ.40)નામનો યુવાન ઉપલેટામાં પટેલ અગ્રીઓઇલ મીલમાં હતો ત્યારે પોતાની જાતે છરી લઇ હાથે,…

મુળ ભાવનગરનો વતની અને હાલ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતો સંજય ધરમદાસ ગોંડલિયા (ઉ.વ.40)નામનો યુવાન ઉપલેટામાં પટેલ અગ્રીઓઇલ મીલમાં હતો ત્યારે પોતાની જાતે છરી લઇ હાથે, ગળે, ડોક પર અને ગુપ્તાંગના ભાગે છરકા કરતા તેમને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે સૌ પ્રથમ ઉપલેટા અને બાદમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એન્ટ્રી નોંધી ઉપલેટા પોલીસને જાણ કરી હતી. આ ઘટનના મામલે જાણવા મળ્યુ હતું કે, સંજય મુળ ભાવનગરનો વતની છે તે ઉપલેટાની પટેલ એગ્રી ઓઇલ મીલમાં કામ કરી ત્યા જ ઓરડીમાં રહે છે. તેમને દારૂનો નશો કર્યો હયો નશો કર્યા બાદ છરી લઇ આ પગલુ ભરી લીધુ હતું. તેમની પત્ની હાલ રીસામણે છે. આ ઘટના બન્યા બાદ તે 24 કલાક સુધી રૂમમાં લોહી લુહાણ હાલતમાં પડી રહ્યો હતો બાદમાં તેમના સાથીઓએ મીલ માલિકને જાણ કર્યા બાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ તે આ કારખાનામાં 2 વર્ષથી કામ કરે છે અને તેમને સંતાનમાં બે દીકરન અને એક દિકરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *