છૂટાછેડા બાદ પુત્રીને લઇ જવા પૂર્વ પતિ સહિતના સાસરીયાઓનો મહિલા ઉપર હુમલો

શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી મહિલા વાવડી ગામે ભરાતી ગુરુવારી બજારમાં કપડા વેંચવા ગઇ હતી ત્યારે પૂર્વ પતિ સહિતના સાસરીયાઓએ આવી માર મારતા તેને…

શહેરના મવડી વિસ્તારમાં આવેલા નવલનગરમાં રહેતી મહિલા વાવડી ગામે ભરાતી ગુરુવારી બજારમાં કપડા વેંચવા ગઇ હતી ત્યારે પૂર્વ પતિ સહિતના સાસરીયાઓએ આવી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. છૂટાછેડા બાદ પુત્રીને લઇ જવા બાબતે ઝઘડો કરી માર માર્યોનું જાણવા મળ્યુ છે.

જાણવા મળતી વિગત મુજબ નવલનગર શેરી નં.9માં રહેતી મહેશ્ર્વરીબેન મયુરભાઇ રામાનંદી (ઉ.વ.29)નામની મહિલા ગત તારીખ 22ના રાત્રે વાવડી ગામમાં વંસુધરા રેસીડેન્સી પાસે ભરાતી ગુરુવારી બજારમાં કપડા વેચવા ગઇ હતી ત્યારે ત્યા પૂર્વ પતિ હાર્દિક બગડાઇ, દીયર અંકિત બગડાઇ નણંદ શ્રુતિબેને આવી ઝઘડો કરી ઢીકા પાટુનો માર મારતા તેણીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહેશ્ર્વરી અને પૂર્વ પતિ હાર્દિક બંન્ને અગાઉ કેટરેમાં કામ કરતા હોવાથી આંખ મળી જતા 2014માં બંન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા અને તેમને સંતાનમાં 10 વર્ષની પુત્રી છે. બાદમાં વર્ષ 2021માં મનમેળ થતો ન હોવાથી બંન્નેએ છૂટાછેડા લઇ લીધા હતા. છૂટાછેડા બાદ પુત્રી મહેશ્ર્વરીબેન સાથે રહેતી હોય જેથી પુત્રીને લઇ જવા બાબતે પતિ સહિતના સાસરીયાઓએ ઝઘડો કરી માર માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *