સૌરાષ્ટ્ર યુનિ.એ 25ના બદલે 50 માર્કસનું પેપર ધાબડ્યું

બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં આબરૂના ધજાગરા કર્યા, 17 હજારથી વધુ છાત્રોનો ફજેતો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. 22 જાન્યુઆરીના…

બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષામાં આબરૂના ધજાગરા કર્યા, 17 હજારથી વધુ છાત્રોનો ફજેતો

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર છબરડાને કારણે વધુ એક વખત ચર્ચામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ. સેમેસ્ટર-1ના પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ વિષયની પરીક્ષામાં નિયમ મુજબ આ ઓપ્શનલ પેપર 25 માર્કનું હોવું જોઈએ પરંતુ યુનિવર્સિટીના પેપર સેટરોએ 25ને બદલે 50 માર્કનું પેપર કાઢી નાખતા વિધાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. આ ગંભીર ભૂલ ધ્યાને આવી ત્યારે કોલેજના આચાર્યોએ તાત્કાલિક ઇન્ચાર્જ પરીક્ષા નિયામકનો ફોન કરતા આ છબરડાથી યુનિવર્સિટીના આબરૂૂના ધજાગરા ઉડાડ્યા હતા.

અંતે યુનિવર્સીટીએ ભૂલ સુધારવા માટે તાત્કાલિક ઇ-મેલ મારફત નવું 25 માર્કનું પેપર મોકલ્યું હતું જેને કારણે વિધાર્થીઓનો પરિક્ષાનો અડધો કલાક વેડફાયો હતો
યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ. સેમેસ્ટર-1ના પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ વિષયની પરીક્ષામાં 17,470 જેટલા વિદ્યાર્થીઓ પેપર આપવા બેઠા ત્યારે પેપર હાથમાં આવતા જ વિધાર્થીઓ ચોકી ઉઠ્યા કેમ કે, 25 માર્કની તૈયારી કરીને આવેલા વિધાથીરઓના હાથમાં 50 માર્કનું પેપર આવ્યું જે જોઈ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ રેગ્યુલર વિદ્યાર્થીઓનું પેપર હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રભાવિત થયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ બે-બે પરીક્ષા નિયામક હોવા છતાં આવી ભૂલો કેવી રીતે થાય છે? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યું છે. યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બી.કોમ. સેમેસ્ટર-1ના પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ વિષયની પરીક્ષાનું પેપર સેટ થયા પછી શું તેની ચકાસણી કરવાની કોઈએ તસ્દી કેમ ન લીધી ? તેમજ શું ઓએસડી અને નિયામક માત્ર હોદ્દા ભોગવવા માટે છે? તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સંકલનના અભાવને કારણે વારંવાર આવા છબરડા થતા હોવાનું સ્પષ્ટ થાય છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, આગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એમ.એ. અંગ્રેજી સેમેસ્ટર-1ની ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચર-19મી સેન્ચ્યુરી વિષયનું પેપર લેવાનું હતું, પરંતુ સેમ-1ના બદલે સેમ-3નું પેપર તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ઓનલાઈન મોકલી દેવાયું હતું. તેમજ બી.એડની પરિક્ષામાં પણ ભગા થયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં બી.કોમ. સેમેસ્ટર-1ના પર્સનાલિટી ડેવલપમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ વિષયના 25 માર્કના પેપરમાં 50 માર્કનું પેપર કાઢી નાખતા આ મુદ્દાને લઇને હવે આગામી દિવસોમાં જવાબદાર સામે શું પગલાં લેવાશે તે જોવાનું રહ્યું. અવાર નવાર કોઈ ને કોઈ છબરડાને વિવાદમાં આવતી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આવા ભગાને કારણે બદનામ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *