ઉપલેટામાં 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ

ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ…

ઉપલેટામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી 44 હજારના ગાંજા સાથે કુખ્યાત મહિલાની ધરપકડ કરી સપ્લાયરની શોધખોળ શરૂૂ કરી છે. મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લા પોલીસ વડા વિજય સિંહ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વૈચાણ કરતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરવામાં આવેલ. જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી તેમજ પીએસઆઈ કે.એમ.ચાવડા સહિતનો એસ.ઓ.જી ના સ્ટાફ સાથે ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ, પરબતભાઇ શામળા તથા કલ્પેશાવઈ કોઠીવાર અને નિર્મળસિંહ ચુડાસમાના મળેલી સંયુકત બાતમીને આધારે ઉપલેટા, મન્નાન રોડ, રામગઢ, નિયાતમાની દરગાહની સામે રહેતી સલમાબેન રફીકભાઈ શેખ ના ઘરે દરોડો પાડી મકાનમાંથી રૂૂ.44,450નો માદક પદાર્થ ગાંજાનો જથ્થો 889 ગ્રામ સાથે ઝડપી પાડી હતી.

સલમાં પડીકી બનાવી બંધાણીને વેચતી હોવાનું ખુલ્યું છે.એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ.પારગી, પીએસઆઈ કે.એમ. ચાવડા, પી.બી.મિશ્રા તથા એ.એસ.આઇ. પરબતભાઇ શામળા, તથા વિપુલભાલ ગુજરાતી તથા પો.હેડ.કોન્સ. પથુરભાઈ વિડા તથા ચંદુરાઇ પાળીયા તથા નેમીપભાઈ મહેતા પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી તથા સમદેવસિંહ ઝાલા તથા નવદિપભાઇ બાબરીયા તથા વિપુલભાઈ ગોહિલ તથા કલ્પશભાઈ કોઠીવાર તથા નિર્મનસિંહ ચુડાસમાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *