જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા

જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે…

જામનગરમાં રાજકોટ હાઇવે રોડ પર જાંબુડા પાટીયા પાસે હિટ એન્ડ રન નો પ્રથમ બનાવ બન્યો હતો, અને પગે ચાલીને જઈ રહેલા એક યુવાનનું ઘટના સ્થળે જ અજાણ્યા વાહનની ઠોકરે ચડીજતાં કરુણ મૃત્યુ નિપજ્યું છે, જયારે લાલપુર બાયપાસ ચોકડી પાસે બાઈક પર જઈ રહેલા એક વ્યક્તિને લાલ કલરની ફોરવ્હીલ ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં કરણ મૃત્યુ નીપજયું છે.

અકસ્માતનો પ્રથમ બનાવ જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પોતાના બાઈક પર જઈ રહેલા ભવાનીસિંહ ભૈરવસિંહ રાજપુત (ઉ.વ.49) કે જેઓને લાલ કલરની જી.જે.10 એસી. 2290 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં ગંભીર ઇજા થવાથી તેઓનું કરૂૂણ મૃત્યુ નિપજ્યું છે.

આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ભરતસિંહ ભૈરવસિંહ રાજપુતે પોલીસને જાણ કરતાં પંચકોસી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જી.કે. ચાવડાએ બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને લાલ કલરની કારનાચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ લાલપુર ચોકડી પાસે બન્યો હતો. ત્યાંથી પગપાળા ચાલીને જઈ રહેલા બાબુરામ છોટેલાલ રાજભર નામના 40 વર્ષના યુવાનને કોઈ અજાણ્યા વાહન ના ચાલકે હડફેટમાં લઈ કચડી નાખતાં માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેઓનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવ અંગે મૃતકની પુત્રી લક્ષ્મી રાજભરે પોલીસને જાણ કરતાં પંચ કોશી બી. ડિવિઝનના પી.એસ.આઇ એચ.ટી. મઠીયા એ મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *