હિટ એન્ડ રન શાપરમાં અજાણ્યા વાહન ચાલકે રાધા યુવકને ઉલાળતા મોત

શાપરમાં રહેતો યુવાન રાત્રીના હોટલમાં જમીને ચાલીને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની…

શાપરમાં રહેતો યુવાન રાત્રીના હોટલમાં જમીને ચાલીને પરત ઘરે જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપરમાં રહેતો કિરીટ ચમનભાઈ મકવાણા નામનો 40 વર્ષનો યુવાન રાત્રિના દસેક વાગ્યાના અરસામાં શાપરમાં આવેલા શીતળા માતાજીના મંદિર પાસેથી ચાલીને જઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીમાં સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. યુવાન હોટલમાં જમીને ઘરે પરત જઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાશી છુટેલા અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *