માંડા ડુંગર પાસે મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ઝૂંટવી બે શખ્સો ફરાર

આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્કમાં રહેતી પરિણીતા ઘર પાસે પગપાળા જતી હતી, તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાની પાસે બાઈક ચલાવી…

આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્કમાં રહેતી પરિણીતા ઘર પાસે પગપાળા જતી હતી, તે દરમિયાન બાઈક પર આવેલા બે શખ્સોએ મહિલાની પાસે બાઈક ચલાવી ઝોંટ મારી ગળામાંથી મંગળસૂત્ર આંચકી લીધું હતું. જે અંગે પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ,આજીડેમ ચોકડી પાસે માંડાડુંગર નજીક સુંદરમ પાર્ક શેરી નંબર 3 માં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની લક્ષ્મીબેન ચંદનભાઈ ચૌહાણ (ઉ.વ. 35) નામના પરિણીતાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાઈક પર આવેલા બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 11/1 ના સાંજના સાડા પાંચેક વાગ્યે આસપાસ તેઓ પગપાળા ઘર પાસે આજીડેમ ચોકડી નજીક ચાલીને જતા હતા ત્યારે પાછળથી એક બાઈક આવ્યું હતું. જેમાં બે શખ્સો સવાર હતા.

આ બાઈક ચાલકે મહિલાની બાજુમાંથી બાઈક ચલાવી ઓચિંતા તેમના ગળામાં ઝોંટ મારી તેમણે પહેરેલું મંગળસૂત્ર આંચકી લીધું હતું. મંગળસૂત્રમાં સોનાનું ચગદુ જેની કિંમત રૂૂપિયા 7500 હોય તે આંચકી આ બંને શખસો પળવારમાં અહીંથી નાસી ગયા હતા.જે અંગે મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચીલઝડપની આ ઘટના અંગે ગુનો નોંધી આ વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી બાઈક પર આવેલી આ સમડીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *