અમદાવાદ: નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર, લાકડીઓ અને પટ્ટાથી કર્યો હુમલો, જુઓ VIDEO

  અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર…

 

અમદાવાદમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જાહેર રોડ પર થયેલા આ હુમલાને પગલે સ્થાનિકો અને વિદ્યાર્થીઓમાં ભારે ભય જોવા મળ્યો હતો.

વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હુમલા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. શરૂઆતમાં વિદ્યાર્થીને છરી મરી હોવાની વિગતો મળી હતી, પરંતુ સ્કૂલે આ વાતને નકારી કાઢી છે. વિદ્યાર્થીઓ વચ્ચે લાકડીઓ, પટ્ટા અને હાથમાં પહેરવાના કડા વડે મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.

 

ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના આધારે હુમલાખોર વિદ્યાર્થીઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. ધોરણ 10ના સગીર વયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા આ ખૂનીખેલથી પોલીસ પણ સ્તબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *