લોધિકાના આરોગ્ય કેન્દ્રના મહિલા કર્મીને પ્રેમજાળમાં ફસાવી હેલ્થ વર્કરનું દુષ્કર્મ

લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું…

લોધિકા પંથકના આરોગ્યકેન્દ્રમાં નોકરી કરતી 30 વર્ષની પરિણીતાએ લોધિકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાથી હેલ્થ વર્કરનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે પરિણીત છે અને તેની સાથે આરોગ્યકેન્દ્રમાં હેલ્થ વર્કર તરીકે નોકરી કરતો આરોપી પણ પરિણીત છે, બંને સાથે નોકરી કરતાં હોય પરિચયમાં હતા અને આરોપી હેલ્થ વર્કરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી.

પ્રેમજાળમાં ફસાવ્યા બાદ હેલ્થ વર્કર મહિલાને કોઇને કોઇ બહાને અલગ અલગ સ્થળે લઇ જતો હતો અને ત્યાં મહિલાની ઇચ્છા વિરૂૂધ્ધ બળજબરીથી તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.

હેલ્થ વર્કર સાથી કર્મચારીના કરતૂતથી મહિલા ત્રાહિમામ થઇ ગઇ હતી, પતિ કે પરિવારના કોઇ સભ્યોને આ બાબતે જાણ થશે તો તેનો સંસાર ભાંગી પડશે તેવી ભીતિથી મહિલા આ ત્રાસ સહન કરતી હતી પરંતુ હેલ્થ વર્કરનો ત્રાસ સતત વધતો જતો હતો અને તે મહિલાની આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી સતત તેના પર દુષ્કર્મ આચરતો હોવાથી અંતે મહિલાએ હેલ્થ વર્કર સાથે સંબંધ તોડી નાખ્યા હતા. મહિલાએ સંબંધ તોડતા હેલ્થ વર્કરે મહિલાને સંબંધ રાખવા માટે ધમકી આપવાનું શરૂૂ કરતાં અંતે મહિલાએ પોલીસનું શરણું લીધું હતું, પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *