યુનિ.ના પૂર્વ V.C. ડો.ભીમાણીનું મોં કાળુ કરી પૂતળુ બાળ્યુ

અમરેલીની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન દારૂ ઢીંચી દસ જેટલી છાત્રાઓને અડપલા કરવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વી.સી. ગિરીશ ભીમાણીનું નામ ખુલતા આજે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આજે…

અમરેલીની વિદ્યાર્થીનીઓના આબુ પ્રવાસ દરમિયાન દારૂ ઢીંચી દસ જેટલી છાત્રાઓને અડપલા કરવાની ઘટનામાં સૌરાષ્ટ્ર યુનિ.ના પુર્વ વી.સી. ગિરીશ ભીમાણીનું નામ ખુલતા આજે એન.એસ.યુ.આઇ.ના કાર્યકરોએ આજે રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર આવેલ ડો.ભીમાણીના નિવાસસ્થાને જઇ તેનું મોં કાળુ કર્યું હતુ અને તેના પુતળાનું દહન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.એનએસયુઆઇની યાદીમાં જણાવાયું છે કે, અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને લાંછન લગાડતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે.

અમરેલી શહેર સ્થિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસના ડાયરેક્ટર ગિરીશ ભીમાણી સામે કોલેજ ટુર દરમિયાન વિદ્યાર્થિનીઓની છેડતી અને અયોગ્ય વર્તન કરવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોલેજની આબુટુર દરમિયાન કેમ્પસ ડાયરેક્ટર ગિરીશ ભીમાણીએ અનેક વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં અને છેડતી કરી હોવાનું બહાર આવ્યું છે. આક્ષેપ છે કે વિદ્યાર્થિનીઓને રાત્રિના સમયે પોતાના ખર્ચે જમાડયા બાદ નશાની હાલતમાં આરોપીએ અયોગ્ય હરકતો કરી હતી. આ ઘટનાથી વ્યથિત થયેલી વિદ્યાર્થિનીઓ ન્યાય માટે અમરેલી સિટી પોલીસ મથકે પહોંચી હતી. પરંતુ અમરેલી પોલીસ દ્વારા આરોપીને છાવરવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સંચાલકો દ્વારા આ ગંભીર મામલા પર પડદો પાડવા પ્રયાસો થઈ રહ્યા છે. મામલો જાહેર થાય તે પહેલાં જ આરોપીને પોતાની જવાબદારીમાથી મુક્ત કરવામાં આવ્યા છે.

જોકે, ગુજરાત પ્રદેશ ગજઞઈં આ મામલે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુરહેશે.એનએસયુઆઇની માંગણી છે કે વિદ્યાર્થિનીઓ ડરના માર્યા સામે ન આવતી હોય તેવા કિસ્સામાં સરકાર ફરિયાદી બની ગિરીશ ભીમાણી સામે ગુનો દાખલ કરે તેમજ સંસ્થાના સત્તાધીશોના દબાણ વગર પોલીસ નિષ્પક્ષ તપાસ કરે. શિક્ષણ જગતને શર્મશાર કરનાર આરોપી સામે દાખલારૂૂપ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાના વિરોધમાં આજરોજ ગુજરાત પ્રદેશ એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકીના નેતૃત્વમાં ઉગ્ર દેખાવો કરી અડપલાખોર ડાયરેક્ટર ગિરીશ ભીમાણીનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. તેમજ ડો.ગિરીશ ભીમાણીનું મોં કાળુ કર્યું હતું. એનએસયુઆઇના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, “જો આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત વિદ્યાર્થિનીઓને ન્યાય નહીં મળે, તો સમગ્ર રાજ્યમાં એનએસયુઆઇ દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *