શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી, અને ત્યાર બાદ 400 લોકોને પુન: નોટિસ પાઠવવામાં આવી હતી. હવે પૂર્વ માલદાર દ્રારા આખરી ત્રીજી નોટિસ પાઠવામાં આવી છે. 19 જાન્યુઆરી 2026, સોમવારના રોજ સવારે 11:00 કલાકે રૂૂબરૂૂ હાજર રહેવા માટેની નોટિસ પાઠવવામાં આવી.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ શહેર (પૂર્વ) ના મામલતદારની હકુમત હેઠળ આવતા વિસ્તારમાં સરકારી જમીન પર મોટા પાયે દબાણ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેમાં સર્વે નંબર: 256 પૈકી ટી.પી. સ્કીમ: નંબર 6 (રાજકોટ) ફાઈનલ પ્લોટ (ઋ.ઙ.) નંબરો અને ક્ષેત્રફળ એફ.પી.નં.133 (ક્ષેત્રફળ: 7556 ચો.મી.) એફ.પી. નં. 136 (ક્ષેત્રફળ: 925 ચો.મી.) એફ.પી.નં.137 (ક્ષેત્રફળ: 397 ચો.મી.) એફ.પી. નં.159 (ક્ષેત્રફળ: 1502 ચો.મી.) આમ, કુલ મળીને આશરે એક લાખ ચોરસ મીટર જેટલી વિશાળ સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. બજાર કિંમતની દ્રષ્ટિએ આ જમીન કરોડો રૂૂપિયાની કિંમત ધરાવે છે.
મામલતદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, આ દબાણ કેસની સુનાવણી આગવ હાથ ધરવામાં આવી હતી. અગાઉ આ મામલે સંબંધિતોને પ્રથમ અને બીજી મુદતની નોટિસો પાઠવવામાં આવી હતી. તેમ છતાં, ન્યાયના સિદ્ધાંતને ધ્યાને રાખીને તંત્ર દ્વારા વધુ એક તક આપવાનો નિર્ણય લેવાયો છે. તેઓએને 19 જાન્યુઆરી 2026, સોમવારના રોજ સવારે 11:00 કલાકે રૂૂબરૂૂ હાજર રહેવા માટેની નોટિસ પાઠવવામાં આવી છે. જો નિયત તારીખ અને સમયે કોઈ હાજર નહીં રહે, તો દબાણકર્તાઓ કે હિત ધરાવનારાઓ પાસે રજૂ કરવા માટે કોઈ પુરાવા કે દલીલો નથી. ત્યારબાદ ગેરહાજર પક્ષકારોની રજૂઆત સાંભળ્યા વગર જ ધોરણસરની આગળની કાર્યવાહીહાથ ધરવામાં આવશે
