ઘવાયેલા યુવાનને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો
મોરબી નવલખી હાઈવે પર નાના દહીંસરા ગામના પાટિયા નજીક ઇકો કાર અને ટ્રક ટ્રેઇલર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો સવાર એક યુવાનને ઈજા પહોંચી હતી તો એક યુવાનનું મોત થયું છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. માળિયા (મી.) તાલુકાના ન્યુ નવલખી ગામે રહેતા હારૂૂન હાજી જામ (ઉ.વ.19) વાળાએ ટ્રક ટ્રેઇલર જીજે 36 ટી 4499 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 08 ના રોજ ફરિયાદી પીપળીયા ચોકડી કામથી ગયેલ અને ઘરે જવા વાહનની રાહ જોટો હતો ગામના મિત્ર રફીક દાઉદ જંગીયા પોતાની ઇકો કાર જીજે 36 એપી 0287 લઈને પીપળીયા ચોકડીથી નવલખી રોડ પર વાળેલ જેથી તેને હાકલ દઈને ઉભી રખાવી અને તે ઘરે જતો હોવાથી ઇકો ગાડીમાં બેસી ગયો હતો બંને પીપળીયા ચોકડીથી નવલખી હાઈવે પરથી ન્યુ નવલખી જવા નીકળ્યા હતા મિત્ર રફીક ઇકો ગાડી ચલાવતો હતો અને નાના દહીંસરા ગામના પાટિયા પાસે પહોંચતા ટ્રક ટ્રેઇલર ચાલકે ઇકો ગાડીમાં ડ્રાઈવર સાઈડમાં અથડાવી અકસ્માત કર્યો હતો.
જે અક્કાસ્માંતમાં મિત્ર રફીકને માથામાં ઈજા પહોંચી હતી.
અને ઇકો ગાડીના કાચ તૂટતા કાચ લાગતા ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા મોરબી બાદ વધુ સારવાર અર્થે રફીક જંગીયાને રાજકોટ ખસેડાયો હતો સારવારમાં મોત થયું હતું અને ફરિયાદીને સામાન્ય ઈજા પહોંચી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
