જામનગરમાં ગંદા પાણી વિતરણ અને લાઇનમાં ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસનું આવેદન પત્ર

જામનગરના પટેલ કોલોનીના અમુક વિસ્તારોમાં ગંદા પાણીનું નળ વાટે વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત મચ્છરનગરમાં પાણીની પાઈપલાઈન ઊંડી નાખવાના બદલે અદ્ધકચરૂૂ કામ થયું હોવાના મુદ્દે…

જામનગરના પટેલ કોલોનીના અમુક વિસ્તારોમાં ગંદા પાણીનું નળ વાટે વિતરણ થઈ રહ્યું છે. ઉપરાંત મચ્છરનગરમાં પાણીની પાઈપલાઈન ઊંડી નાખવાના બદલે અદ્ધકચરૂૂ કામ થયું હોવાના મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે મહાનગરપાલિકા માં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કમિશનરને પત્ર પાઠવી રજૂઆત કરી છે કે, પટેલ કોલોની વિસ્તારમાં ગટરનું મીશ્રીત પાણી વિતરણ થાય છે. આથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઊભો થયો છે. આથી સ્વચ્છ પાણી વિતરણ કરવામાં આવે તે જરૂૂરી છે.

શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલસિંહ જાડેજાક્ષની આગેવાની માં કોંગ્રેસના કાર્યકરોએ કમિશનરને ઉદ્દેશીને લખેલ આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરીમાં પાઠવાયું હતું. તાજેતરમાં મચ્છરનગરના બાપા સિતારામ મઢુલીથી મોમાઈનગર સુધીના સીસી રોડના કામ અન્વયે છ માસ પહેલા પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જે પાઈપલાઈન માત્ર એક ફૂટ જમીનમાં ખોડો કરીને નાખવામાં આવી છે, જે પાઈપલાઈન ત્રણેક ફૂટ ઊંડી નાખવી જોઈએ. આથી સ્પષ્ટ થાય છે કે પાઈપલાઈનના કામમાં ભ્રષ્ટાચાર થયો છે.

આ ભ્રષ્ટાચારને દાબી દેવા માટે તાકીદે રોડનું કામ શરૂૂ કરાયું હતું. આથી સત્વરે આ કામ અટકાવવું જોઈએ અને કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરી અને તેના જ ખર્ચે પાઈપલાઈન ત્રણ ફૂટ ઊંડી નાખવાની કામગીરી કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *