ઓખા વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો

  ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો…

 

ઓખામાં આવેલા દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી. આશરે 45 થી 50 વર્ષનો આ અજાણ્યો યુવાન કોઈ અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં પડી જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હોવા અંગેની નોંધ પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જેઠવા દ્વારા પોલીસ મથકમાં કરવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણ્યા યુવાનના અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.

બોલેરોની અડફેટે બાઈક સવાર ઈજાગ્રસ્ત
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામની સીમમાં રહેતા પણ પંકજભાઈ કરસનભાઈ કદાવલા નામના યુવાન તેમના જી.જે. 10 એએ 7212 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જીજે 07 યુ.યુ. 4399 નંબરના એક બોલેરો પીક-અપ વનના ચાલકે રોંગ સાઈડમાં આવીને પંકજભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે પંકજભાઈના પિતા કરશનભાઈ વજશીભાઈ કદાવલાની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે બોલેરો વાહનના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *