જામનગર મહાનગરપાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક માં વિવિધ વિકાસ કામો માટે રૂૂ.6 કરોડ 82 લાખ!ના ખર્ચ ની દરખાસ્ત અને રૂૂ.22 લાખ 80 હજાર ની આવક ની દરખાસ્તો ને બહાલી આપવામાં આવી હતી .
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક ચેરમેન નિલેશ બી. કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઈ જાની, ઇચા. આસી. કમિશ્નરશ્રી (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની ભુગર્ભ ગટર શાખાના બિનવપરાશી (રદી) સ્ક્રેપ વાહનોનું ઈ-ઓકશન થી વેચાણ કરવાના કામ ની દરખાસ્ત મંજુર કરવામા આવી હતી.જેમાં રૂૂા. 22,80,000 ની આવક થશે.
વોટર વર્કસ શાખા ના અનેક ખર્ચ મંજૂર કરાયા હતા જેમ ગુલાબનગર ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આ2.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા ના બે વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર કરી પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા.13.27 લાખ મંજુર કરાયું હતું. રવિપાર્ક ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના બે વર્ષના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર કરી પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા.8.98 લાખ મંજુર કરવામાં આવ્યું છે.
સોલેરિયમ ઝોન વિસ્તારમા સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના બે વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા. 13.97 લાખ મંજુર કરાયું હતું રણજીતનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ માટે બે વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર કરી પ્રથમ વર્ષ નું ખર્ચ રૂૂા. 10.40 લાખ મંજુર કરાયું છે. ગોકુલનગર ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ટનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે બે વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર કરવામાં આવ્યા પછી પ્રથમ વર્ષ નું ખર્ચ રૂૂા. 9.97 લાખ મંજુર કરાયું છે. પવનચકકી ઝોન વિસ્તાર માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એક્ઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ બે વર્ષ ના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા. 13.08 લાખ મંજુર કરાયું છે. જામનું ડેરૂૂ અને પાબારી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવાના કામ અંગે બે વર્ષના ખર્ચ અંગે સૈધ્ધાંતિક સ્વીકર પ્રથમ વર્ષનું ખર્ચ રૂૂા. 15.78 લાખ અને શંકર ટેકરી ઝોન વિસ્તારમાં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ એકઝીસ્ટીંગ વોટર પાઈપ લાઈન નેટવર્ક તથા નવી આર.સી.સી. / બ્રિક મેશનરી વાલ્વ ચેમ્બર બનાવવા કામ અંગે રૂૂા. 3.35 લાખ ના ખર્ચ ને મંજૂર કરાયો હતો.
શહેરમાં આવેલ નવી વિકિસત સોસાયટીઓમાં તેમના દ્વારા રાખેલ સફાઈ કામદારો માટે સોસાયટીઓને ચુકવવાનું થતું ખર્ચ અંગે રૂૂા. 225.36 લાખ , સીવીલ નોર્થ ઝોન (વોર્ડ નં. 2) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ / સી.સી. બ્લોક (પેવર બ્લોક) ના કામનું ટેન્ડર તથા ખર્ચ માટે રૂૂા. 100 લાખ , આંતરમાળખાકીય સુવિધાની ગ્રાન્ટ અંતર્ગત વોર્ડ નં. 11 લાલવાડી વિસ્તાર સંસ્કાર ધામ સોસાયટી, સિતવન સોસાયટી, ગીરીજ સોસાયટી શેરી નં. 4 મહાપ્રભુજીની બેઠક પાછળ શ્રીજી સોસાયટી તથા વૃજ વલ્લભ સોસાયટી ની આંતરિક શેરી ઓ માં સી.સી. રોડના કામ નું ટેન્ડર તથા ખર્ચ માટે રૂૂા. 207.18 લાખ નો ખર્ચ માન્ય રખાયો હતો. જામનગર મહાનગર સેવા સદનની વોટર વર્કસ શાખા તથા આરોગ્ય શાખા માટે બ્લીચીંગ પાઉડર તથા જંતુનાશક દવા આઈટમ ખરીદ કરવા માટે રૂૂા. 30 લાખ.નું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગર સેવા સદનની જુદી-જુદી શાખા ઓ માટે ઝેરોક્ષ કામ કરવા સને 2025-26 માટે વાર્ષિક આ2.સી. મંજુર થવા ની રજુ થયેલ દરખાસ્ત અન્વયે રૂૂા. 10 લાખ અને જામનગર મહાનગર સેવા સદનની જુદી-જુદી શાખાઓ માટે કોમ્યુટર સ્ટેશનરી તથા ક્ધઝયુમેબલ આઈટમ ખરીદ કરવા સને 2025-26 માટે વાર્ષિક ખર્ચ રૂૂા. 20 લાખ નો માન્ય રખાયો હતો.
ઉપરાંત ચેર ઉપર થી ત્રણ દરખાસ્તો રજૂ કરવાંમાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 ની અમલવારી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કરવા ભલામણ સાથે જનરલ બોર્ડમાં મુકવાનું મંજુર કરાયું હતું. જામનગર શહેર માંથી પસાર થતી રંગમતી નદી ના રીવર રીજુવનેશન બાબતે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી અને શ્રી સ્વામીનારાયણ મંદિર ને તા. 01-05-2025 થી તા. 04-05-2025 સુધી સત્સંગ પારાયણ માટે શ્રીજી હોલની બાજુમાં ઓશવાળ-3 સોસાયટી પાસે આવેલ મનપા નું ગ્રાઉન્ડ ભાડે.થી આપવાનું મંજુર કરવામાં આવ્યું હતું.આમ આજ ની બેઠક મા કુલ રૂૂા. 6 કરોડ 82 લાખ ખર્ચ અને રૂૂ.22 લાખ 80 હજાર ની આવક ની દરખાસ્તો મંજૂર કરાઈ હતી.
