વાયબ્રન્ટ સમિટ સ્થળ નજીકથી રૂા.5.61 લાખનો દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

રાજકોટમાં જ્યાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે તે સ્થળ નજીક મોરબી હાઈવે રતનપર ગામ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.5.61 લાખનો 432 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર…

રાજકોટમાં જ્યાં વાઈબ્રન્ટ સમિટ યોજાવાની છે તે સ્થળ નજીક મોરબી હાઈવે રતનપર ગામ પાસેથી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂૂ.5.61 લાખનો 432 બોટલ વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી રૂૂ.15.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં દારૂૂ મંગાવનાર નામચીન બુટલેગર સહીત ત્રણ શખ્સોના નામ ખુલ્યા છે.

શહેરમાં બુટલેગરો પ્યાસીઓની પ્યાસ બુઝાવવા સક્રિય બન્યા હોય ત્યારે પ્રોહીબીશનના વધુ કેસો શોધી કાઢવા અને પ્રોહીબીશનની ડાઈવ યોજવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાની સુચનાથી ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર અને સી.એચ.જાદવના માર્ગદર્શન પીએસઆઈ વી.ડી. ડોડીયાની ટીમના જયરાજભાઈ કોટીલા તથા રાજેશભાઈ જળુ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે વાઈબ્રન્ટ સમીટ જ્યાં યોજાવાની છે તે રોડ ઉપર નજીક રાજકોટ-મોરબી હાઈવે રતનપર ગામ પાસે શુભ હોટલ વાળી શેરીમાં રોડ ક્રેટા કાર રજી.નં.જીજે-38-બીજે 2100 ને અટકાવી તપાસ કરતા આ કારના સાચા રજી.નં. જીજે08-ડીએસ 8725 હોવાનું માલુમ પડ્યું હતું. ક્રાઈમ બ્રાંચની ટીમે તલાશી લેતા કાર માંથી રૂૂ.5.61 લાખનો 432 બોટલ વિદેશી મળી આવ્યો હતો. દારૂૂ સાથે સહકાર રોડ કલ્યાણનગર શેરી નં.1માં રહેતો મહીપાલસિંહ લગધીરસિંહ ઝાલા (ઉ.વ.30)ની ધરપકડ કરી રૂૂ.15.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો પુછપરછમાં દારૂૂનો જથ્થો મંગાવનાર સહકાર રોડ ઘનશ્યામનગરના હિતેન્દ્ર ઉર્ફે ભુરો દિલીપસિંહ ઝાલા, રતનપરના લકીરાજ ઉર્ફે લકી રઘુવીરસિંહ ઝાલા અને કારમાં ઈંગ્લીશ દારૂૂનો જથ્થો ભરી આપનાર વ્યક્તિ હિતેન્દ્ર ઝાલા તથા લકીરાજ ઝાલાના મિત્રનું નામ ખુલ્યું છે.

શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા,એસીપી (ક્રાઇમ) ભરત બી.બસીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર,સી.એચ. જાદવ સાથે વી.ડી. ડોડીયા અને ટીમના એ.એસ.આઈ. અમીતભાઇ અગ્રાવત, દિગ્પાલસિંહ જાડેજા,દિપકભાઇ ચૌહાણ, દિલીપભાઇ બોરીચા, રાજેશભાઇ જળુ, પ્રદિપસિંહ જાડેજા, જયરાજભાઇ કોટીલા, સંજયભાઇ રૂૂપાપરા, કોન્સ્ટેબલ વિશાલભાઇ દવેએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *