જામનગર તાલુકા ના સચાણા ગામ માં તાજેતર માં જૂથ અથડામણા થવા પામી હતી .જેમાં આરોપીઓ ના ઘરે આજે પોલીસ અને વીજ કંપની દ્વારા વીજ ચોરી અંગે તપાસ કરવામાં આવતા વીજ ચોરી થતી હોવાનું જણાવ્યું હોવાથી કાયદેસર કાર્યવાહીનકરવાં આવી હતી.
ગત તા. 31/12/2025 ના રોજ સચાણા ગામે થયેલ જુથ અથડામણ ના આરોપી ઓ ના રહેણાકે પીજીવીસીએલ ની ટીમો ને સાથે રાખી ગેરકાયદે વિજ જોડાણ અંગે જામનગર પંચકોષી ’એ’ ડિવઝન પોલીસ દ્વારા આજે. તા.7/1/26 ના રોજ પો.ઇન્સ. એમ એન.શેખ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.જેમાં જૂથ અથડામણ ગુના ના કુલ 14 આરોપી માંથી સચાણા માં રહેતા 12 આરોપી ના વીજ કનેક્શન ચેક કરતા ઉમર દાઉદ બુચળ ,જાફર ઉંમર બુચળ , ઇમરાન ઉંમર બુચળ તથા અફજલ ઉમર બુચળ એમ ચારેય આરોપી એક રહેણાંક મકાન તળાવ ફળીયુ સચાણા ગેરકાયદેસર વીજ કનેકસન હોવા નું જણાયું હતું.આથી અંગે પીજીવીસીએલ માં ગુનો દાખલ કરવાની તજવીજ કરવામા આવી છે. તેમજ સુલતાન જાકુભાઇ બુચળ સામે પણ ગેરકાયદેસર વીજ કનેકસન અંગે વીજ કંપની ના પોલીસ સ્ટેશન માં માં ગુનો દાખલ કરવાની તજવીજ શરૂૂ કરવામાં આવી છે.
જ્યારે જાવેદ જુમાઅલી જામ , જુમા અલી જામ , જાકીર હુશેન જુમા અલી જામ ,સામે અને સબીર અસગર બુચડ તેમજ જીલાની અસગર બુચડ ના રહેણાક મકાને ગૈરકાયદેસર વીજ કનેકસન અંગે પીજીવીસીએલ માં ગુનો દાખલ કરવાની તજવીજ શરૂૂ કરવામાં આવેલ છે. એમ કુલ વીજ કંપની ના કલમ 135 હેઠળ 4 ગુના દાખલ કરવાની તજવીજ કરવામાં આવેલ છે.
