રાજકોટ ચેમ્બર પ્રમુખ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ વેપાર ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્ર્નોની ધારદાર રજૂઆત, વ્યવસાયવેરો સંપૂર્ણ નાબુદ કરવા વધુ એક વખત માગણી
રાજકોટ ખાતે રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ઉદ્યોગોના વિવિષે પ્રશ્નોની ચર્ચા-વિચારણા માટે સયુક્ત મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે રાજકોટ ચેમ્બર દ્વારા વિવિધ ચેમ્બરોઅને એસોસીએનોને આ મિટીંગમાં ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ આપેલ હતું. જેમાં ભાવનગર ચેમ્બર, જામનગર ચેમ્બર, જુનાગઢ ચેમ્બર, પોરબંદર ચેમ્બર તેમજ રાજકોટના વિવિધ સેક્ટરના 30 જેટલા એસોસીએશનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મિટીંગમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ વેપાર-ઉદ્યોગકારોને લગતા વિવિધ પ્રશ્નોની ધારદાર રજુઆત કરવામાં આવેલ હતી.
ચેમ્બર પ્રમુખ વી.પી. વૈષ્ણવની રજુઆતમાં જણાવાયું છે કે રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એ2પોર્ટ ખાતે કસ્ટમ્સ ક્લીયરન્સની પ્રક્રિયા પુર્ણ થઈ ગયેલ છે. ત્યારે ઈમિગ્રેશનની પ્રક્રિયા તાત્કાલીક અસરથી પુરી કરવી અને જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂૂ કરાવવી ખાસ જરૂૂરી છે. સમગ્ર દેશમાં વન નેશન વન ટેક્ષના નિર્ણયના ભાગરૂૂપે વર્ષ 2017 માં જીએસટીનું અમલીકરણ થયેલ છે.
ત્યારે દેશના અન્ય ઘણા રાજયોમાં પોકેશનલ ટેક્ષ વસુલવામાં આવતો નથી. તેથી સમગ્ર ગુજરાત રાજયમાંથી વ્યવસાય વેરો સંપુર્ણ પણે નાબુદ કરવો. ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીને બુસ્ટ આપવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર આ સેક્ટરને ખુબ જપોત્સાહીત કરી રહ્યું છે. રાજકોટ એ ડિફેન્સ અને એરોસ્પેસના ઘણા બધા પાર્ટસનું ઉત્પાદન કરી રહ્યું છે અને હબ ગણાય છે. ત્યારે સૌરાષ્ટ્ર રીજીઓનનો ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલીસીમાં સમાવેશ કરી જંત્રીના 25% દરે જમીન ફાળવવી. જેથી કરીને આવા ઉદ્યોગોને વેગ મળે, તેમજ ભારત સરકારની ડિફેન્સ અને એરોસ્પેસના સાધનો એકસપોર્ટ કરવાની જે નેમ છે એ નેમને સાર્થક કરવામાં રાજકોટ-સૌરાષ્ટ્ર સહભાગી બની રહેશે. વધુમાં 2ાજકોટમાં આશરે એક હજારથી પણ વધુ કોર્જીંગ અને કાસ્ટીંગના યુનીટો આવેલા હોય ત્યારે સરકારી સુવિધા માટે રાજકોટ ખાતે ડિફ્રેન્સ અને એરોસ્પેસ માટેનું કલ્સ્ટર ડેવલોપ કરવું ખુબ જ જરૂૂરી છે. જેથી કરીને આવા ઉદ્યોગને વધુ વેગ મળે. રાજકોટ ખાતે ક્ધવેન્શન સેન્ટર ઝડપથી સ્થાપવું ખુબ જ જરૂૂરી છે.
જેથી કરીને વેપાર-ઉદ્યોગોનો વ્યાપ વધે. સાથે જ આ વખતે વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ અન્ય સ્થળે જે કરવું પડ્યું તે આગામી સમયમાં રાજકોટ ખાતે ડેવલોપ થયેલા ક્ધવેન્શન સેન્ટરમાં જ કરી શકાય. રાજકોટ એ સૌરાષ્ટ્રનું ઈન્ડસ્ટ્રીયલ હબ હોય તેમજ દિન-પ્રતિદીન નિકાસ વધી રહયું હોય ત્યારે રાજકોટ ખાતે ઈનલેન્ડ ક્ધટેઈનર ડેપો (આઇસીડી) સ્થાપવું ખુબ જ જરૂૂરી છે જેથી કરીને આયાત-નિકાસકારોને વધુ વેગ મળી શકે.દેશના અન્ય રાજયોએ તેમની ઔદ્યોગીક નીતીમાં ઘણું સરળીકરણ કર્યું છે. ત્યારે ગુજરાત રાજય દેશનું ગ્રોથ એન્જીન માનવામાં આવે છે. તેથી અન્ય રાજ્યો કરતા ગુજરાત રાજયની નવી ઔદ્યોગીક નીતીમાં સુધારા-વધારા કરી વધારે સરળ કરવી ખુબ જ જરૂૂરી છે. કેન્દ્ર સરકાર તથા 2ાજય સ2કા2 સોલાર પ્રોજેક્ટને ખુબ જ મહત્વ આપી રહી છે. ત્યારે ગુજરાતમાં સોલાર પોલીસીમાં સરળીકરણ કરી બિલીંગ સાઈકલની અગેઈન્ટસમાં બેન્કડ એનર્જી 30% ના બદલે 100% કરી આપવું જેથી કરીને સોલાર પ્રોજેક્ટોને બુસ્ટ મળે.
વધુમાં રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર રાજયના ચાર પ્રદેશોમાં વાઈબન્ટ ગુજરાત રીજીનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગ2 હોય તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે ગણ વામાં આવે છે અને આશરે સવા બેલાખથી વધુ એમએસએમઇ કાર્યરત છે. ત્યાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વરદ હસ્તે આગામી 11 મી જાન્યુઆરી 2026 ના રોજ મારવાડી યુનિવર્સીટી રાજકોટ ખાતે વાઈબ્રન્ટ ગુજરાત રીજીઓનલ કોન્ફરન્સ (સૌરાષ્ટ્ર-કચ્છ)નું ઉદઘાટન થનાર છે. જેનાથી સોનામાં સુગંધ ભળશે અને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે આ એક ગૌરવની બાબત છે.
ત્યારે આ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફ2ન્સ થકી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ વેપાર-ઉદ્યોગો, નિકાસકારો, એમએસએમઇ સહિત તમામ ક્ષેત્રનો સર્વાગી વિકાસ થશે અને આંતર રાષ્ટ્રિય સ્તરે તેમના બિઝનેશને વધુ વેગ મળશે. આમ રાજકોટના આંગણે 11 થી 12 જાન્યુઆરીના રોજ આ વાઈબ્રન્ટ ગુજરાત રીજીઓનલ કોન્ફ2ન્સ (સૌરાષ્ટ્ર-કચ્છ)નું આયોજન થઈ રહયું છે ત્યારે રાજકોટ-સૌરાષ્ટ્રના તમામ વેપાર-ઉદ્યોગકારોને ખાસ લાભ લેવા રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.
