રામનાથપરામાં બેઠો પુલ 9 મહિનાથી રિપેરિંગની રાહમાં

વાઇબ્રન્ટ સ્મિટથી એક તરફ વિશ્વની ફલક પર રાજકોટનું નામ ગુજતું હોય ત્યારે રાજકોટ શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 6 અને 7ને જોડતો કપિલા હનુમાન મંદિર…

વાઇબ્રન્ટ સ્મિટથી એક તરફ વિશ્વની ફલક પર રાજકોટનું નામ ગુજતું હોય ત્યારે રાજકોટ શહેરની અંદર આવેલ વોર્ડ નંબર 6 અને 7ને જોડતો કપિલા હનુમાન મંદિર પાસે રામનાથ પરામાં બેઠો પુલ છેલ્લા 9 મહિનાથી તૂટેલી હાલતમાં છે. આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતનું મરામત કે રીનોવેશન કરવાની તસ્દિ લેવાતી નથી.

ગત વર્ષે કોંગ્રેસના આગેવાન રણજીત મુંધવા કોર્પોરેટર કોમલબેન ભરાઈની આગેવાનીમાં હાર્દિક રાજપુત હરેશ ભારાઇ સહિતના આગેવાનોએ નદીમાં તૂટેલા પુલ વચ્ચે બેસીને વિરોધ નોંધાવેલ હતો ત્યારે પ્રસિદ્ધિ ભુખિયા વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા તાત્કાલિક અસરથી માત્ર કોંક્રિટ પથરાવીને પુલ ચાલુ કરીને જશ લેવા માટેની ઉતાવળ કરેલ હતી પરંતુ એ માત્ર રીપેરીંગ બે મહિના સુધીનો માંડ ચાલ્યું હતું. ત્યાંરથી અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્મરા ધ્યાનમાં કંઈ લેવામાં આવેલ નથી હજારો વાહનો ચાલકોને સોની બજાર બંગડી બજાર ધર્મેન્દ્ર રોડ જેવા અનેક વિસ્તારોમાં જવા માટે જેમ કે સામા કાંઠે જવા માટે ઇમિટેશન બજાર સહિતના વેપારીઓને આવવા જાવા મા બે કિમી ફરવુ પડે છે.

ત્યારે પુલનું રીપેરીંગ કામ ખુબજ આ બેઠો પુલ તાત્કાલિક અસરથી કોર્પોરેશનને સરકાર દ્વારા નવો કોર્જવે બનાવી અને ખુલ્લો મુકવામાં આવે તો જ લોકોને રાહત મળશે અને 900 વાળા ભુંગળા નહીં પરંતુ 1500ના ભુંગળા નાખવામાં આવે તો હજારો લોકોને થતી હાલાકી થી છુટકારો મડે અને પ્રશ્નનો હલ પણ આવી જશે ખાસ વાત એ છે કે આ પુલનુ ઉતાવરે ફોટો સેસન કરનાર કોર્પોરેટર કે અધિકારી ને આ તુતેલો પુલ નથી દેખાતો જાડિ ચામડિવારા કોઇ શાશક નેતા પણ ફરકતા નથી ત્યારે પ્રદેશ કોંગ્રેસ સેવાદળ મંત્રી રણજીત મુંધવા હરેશભાઈ ભારાઈ વિગેરેએ પુલનુઁ તાત્કાલીક રીપેરિંગ ન થાયતો સ્વખર્ચે કરવાની જાહેરાત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *