ભાવનગરમાં યુવાન પર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી છરી ઝીંકી કરપીણ હત્યા

ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં કોળી યુવાન ઉપર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.…

ભાવનગર શહેરના તરસમીયા વિસ્તારમાં કોળી યુવાન ઉપર હિસાબના પૈસા બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી ના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી આરોપી નાસી છૂટ્યો હતો.

ખૂનના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના, તરસમિયા ખારસી રોડ પર પીરની દરગાહ નજીક સુરેશભાઈ બુધાભાઈ ડાભી ઉ. વ. 40 સાથે બાજુના માલણકા ગામે રહેતા વિપુલ કાંતિભાઈ બારૈયા નામના શખ્સે હિસાબ ના પૈસા ની લેતીદેતી બાબતે ઝઘડો કરી ગાળો આપી છરી વડે જીવલેણ હુમલો કરતા સુરેશભાઈ લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તેને દ ગંભીર હાલતે પ્રાઇવેટ વાહનમાં ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા સારવાર દરમિયાન સુરેશભાઈનું મોત નીપજ્યું હતું.
આ બનાવ ની જાણ થતા મૃતકના સગાઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા.

ભરતનગર પોલીસ સ્ટેશનના પી.આઇ. કુરેશી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી ગયો હતો.આ બનાવ અંગે મરનાર સુરેશ ના પિતા બુધાભાઈ બચુભાઈ ડાભી એ ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્ર ની હત્યા અંગે માલણકા ગામના વિપુલ કાંતિભાઈ બારૈયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. મરનાર સુરેશભાઈ ડાભી ભાવનગરમાં તેના ઘર નજીક રેડીમેડ કાપડ ની દુકાનમાં કામ કરતા હતા. તેની હત્યાથી પત્ની અને ત્રણ બાળકો નિરાધાર બન્યા છે. સુરેશભાઈ ના પિતા સુરત રહે છે. આ બનાવ અંગે ભરતનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. કુરેશી તપાસ ચલાવી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *