દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

દ્વારકા ખાતે આગામી તા.16 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-2025ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સૂચારૂૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે…

દ્વારકા ખાતે આગામી તા.16 ઓગસ્ટના જન્માષ્ટમી ઉત્સવ-2025ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સૂચારૂૂ આયોજન અંગે જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી.

આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે નાગરિકોને કોઈપણ અગવડતા ન પડે તેમજ ટ્રાફિક, વાહન પાર્કિંગ વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ઉભા કરવા, વીજ પુરવઠો, સ્વચ્છતા, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચત કરવા માટે જણાવ્યું હતું. ઉપરાંત કાયદો અને વ્યવસ્થા તથા મંદિર આસપાસ બેરીકેટિંગ કરવા સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ ચકાસી લેવા માટે જરૂૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, નાયબ કલેકટર રિધ્ધિ રાજ્યગુરૂૂ, નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *