ગોંડલની મહિલાને ફોન ઉપર ધમકી, જયપુરના સાઈકો શખ્સ સામે ફરિયાદ

રાજકોટના નિર્મળા રોડ પર રહેતા મુળ ગોંડલના મહિલાને મોડી રાત્રે ફોન કરી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયપુરના સાયકો વિરૂધ્ધ ગોંડલમાં વધુ…

રાજકોટના નિર્મળા રોડ પર રહેતા મુળ ગોંડલના મહિલાને મોડી રાત્રે ફોન કરી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર જયપુરના સાયકો વિરૂધ્ધ ગોંડલમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે.મૂળ ગોંડલના વતની અને હાલ રાજકોટના નિર્મળા રોડ વિસ્તારમાં રહેતા પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયપુરના દીપેશ રમાકાંત ડ્રોલિયાનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.31/10/2025 ના રોજ રાત્રીના આશરે દોઢ વાગ્યે તેણી ઘરે સૂતી હતી ત્યારે સહેલીના મિત્ર દિપેશ ડ્રોલીયાએ ફોન કરી તમારી સહેલીનો ફોન લાગતો નથી, જેથી તેના બીજા નંબર આપો તેમ જણાવેલ હતું. જેથી ત્યારે દિપેશને કોઈ જવાબ આપેલ ન હતો. બાદ તેને અવાર નવાર અલગ અલગ નંબરથી ફોન કરીને હેરાન પરેશાન કરતો હતો જેથી મેં દિપેશનો નંબર બ્લોક કરી દીધેલ હતો. બાદ દિપેશ બે મહીનાથી અલગ અલગ ફોન નંબરથી હેરાન કરી ગાળો આપતો હતો.

ગઇ તા.01 ના રાત્રીના આશરે એક વાગ્યાની આસપાસ સહેલીના મિત્રએ અજાણ્યા નંબર પરથી ફોન કરી તેણીને તથા પતિ અને પરીવારને મારી નાખવાની ધમકી આપી બેફામ ગાળો આપેલ હતી. જે અંગે પરિણીતાએ ફરિયાદ નોંધાવતા ગોંડલ સીટી પોલીસ મથકની ટીમે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, ગોંડલમાં રહી શિક્ષિકા તરીકે ખાનગી શાળામાં ફરજ બજાવતી મહિલાને પૂર્વ પ્રેમી દીપેશ ડ્રોલિયા અલગ અલગ ફોન નંબરથી ફોન કરી ધરાર સંબંધ રાખવા દબાણ કરતો હતો. બાદમાં સાયકો પૂર્વ પ્રેમીએ પરિણીતાના પતિ સહિતના પરિજનો, મિત્ર અને શાળાના વાઇસ પ્રિન્સિપાલને પણ ફોન કરી મહિલાને બદનામ કરતા પરિણીતાએ ગત તા. 28/12 ના રોજ ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *