ગોંડલમાં દેશીદારૂનાં ધંધાર્થીને તડીપાર કરતી પોલીસ

આરોપી સામે દારૂ પીવાના 11 કેસ અને 1 મારામારીનો કેસ નોંધાયેલ ગોંડલનાં ભગવતપરામાં રહેતા દેશી દારુનાં ધંધાર્થી રાહુલ કિશોરભાઇ રાઠોડને રાજકોટ શહેર તથા જીલ્લા માંથી…

આરોપી સામે દારૂ પીવાના 11 કેસ અને 1 મારામારીનો કેસ નોંધાયેલ

ગોંડલનાં ભગવતપરામાં રહેતા દેશી દારુનાં ધંધાર્થી રાહુલ કિશોરભાઇ રાઠોડને રાજકોટ શહેર તથા જીલ્લા માંથી ચાર મહીના તડીપાર કરતો હુકમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા કરાયો હોય એ’ડિવીઝન પીઆઇ. એલ.આર.ગોહિલ તથા સ્ટાફે રાહુલ રાઠોડને હુકમની બજવણી કરી જામનગર જીલ્લા ખાતે મોકલી આપાવામાં આવેલ છે.

રાહુલ સામે એ’ડીવીઝન પોલીસમાં દારુ પીવાનાં અને કબ્જાનાં કુલ 11 કેસ તથા એક મારામારીનો કેસ હોય તેના વિરુદ્ધ પીઆઇ એલ.આર.ગોહિલ દ્વારા હદપારી દરખાસ્ત કરી પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ગમારાને મોકલી આપતા તેમનાં દ્વારા હુકમ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *