બગદાણા આશ્રમના સેવક ઉપર હુમલો કરનારા આઠ પૈકી છ શખ્સો ઝડપાયા

ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલા ના બનાવ અંગે પોલીસે આઠ માંથી છ શખ્સોને ઝડપી લીધા છે.ભાવનગરના બગદાણા ગામે…

ભાવનગર જિલ્લાના બગદાણા ગામે રહેતા અને બગદાણા આશ્રમના સેવક ઉપર થયેલા હુમલા ના બનાવ અંગે પોલીસે આઠ માંથી છ શખ્સોને ઝડપી લીધા છે.ભાવનગરના બગદાણા ગામે રહેતા નવનીતભાઇ બાલધિયાને બે દિવસ અગાઉ મોણપર ગામ નજીક નવનીતભાઇના બાઈકને ઉભું રખાવી બે કારમાં આવેલા આઠ જેટલા અજાણ્યા શખ્સોએ ફિલ્મી સ્ટાઇલે ગંભીર મારમારી, ઈજા કરી ફરાર થયા હતા. જે મામલે આજે પોલીસે મુખ્ય સુત્રધાર નાજુ ધિંગુભાઈ કામળીયાની ધરપકડ કરી હતી. અને રાજુ દેવાયતભાઇ ભમ્મર, આતુ ઓઘડભાઇ ભમ્મર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીષ વિજયભાઈ વનાડીયા, ભાવેશ ભગવાનભાઈ શેલાણા,
પંકજ માવજીભાઈ મેર અને વિરૂૂ. મધુભાઈ સયડાના પણ નામ ખુલવા પામ્યા છે. જે મામલે પોલીસે છ શખ્સોની ધરપકડ કરી છે. જો કે, આ બનાવથી કોળી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી છે.

ત્યારે આજે રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી પિડીત નવનીતભાઈની વ્હારે આવનાર છે.બગદાણા આશ્રમના સેવક નવનીતભાઈ બાલધિયા પર અસામાજિક તત્વો દ્વારા થયેલ હુમલાના પગલે અખિલ ભારતીય યુવા કોળી સમાજના પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી) તેમજ જિલ્લા મહામંત્રી સુરેશભાઈ ચૌહાણ તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રદેશ સહક્ધવીનર માવજીભાઈ સરવૈયા ઇજાગ્રસ્ત નવનીતભાઈ બાલધિયાની હોસ્પિટલમાં મુલાકાત લઈ સબંધિત પોલીસ વિભાગના અધિકારીને રૂૂબરૂૂ મળી ઘટના સંદર્ભે ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કરશે અને સાંજના મહુવા કોળી સમાજના આગેવાનો સાથે પણ મુલાકાત કરી પીડિતને ન્યાય નહી મળે તો આગામી સમયમાં આક્રમક કાર્યક્રમોની તૈયારી કરવામાં આવશે.આ બનાવમાં બગદાણા પોલીસ મથકના પી.આઈ. ડી.વી. ડાંગરે જણાવ્યું હતું કે, આઠ શખ્સો પૈકી છ શખ્સોને હાલ હસ્તગત કરાયા છે. આ તમામ આરોપીઓની ઓળખ પરેડ થયા બાદ તમામ આરોપીઓનું રિ-ક્ધસ્ટ્રક્શન પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *