ગોંડલમાં મિત્રના બર્થ ડે પાર્ટીની ખરીદી માટે ગયેલા ભુણાવાના સગીરનું અકસ્માતમાં મોત

ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતો સગીર મિત્રના બર્થ-ડે પાર્ટીની ખરીદી માટે મિત્રને બાઈકમાં બેસાડી ગોંડલ ખરીદી કરવા ગયો હતો ત્યારે ગોંડલમાં આવેલા કપુરીયા ચોક પાસે…

ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતો સગીર મિત્રના બર્થ-ડે પાર્ટીની ખરીદી માટે મિત્રને બાઈકમાં બેસાડી ગોંડલ ખરીદી કરવા ગયો હતો ત્યારે ગોંડલમાં આવેલા કપુરીયા ચોક પાસે સગીરનું બાઈક કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા સગીરનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના ભુણાવા ગામે રહેતા યજ્ઞદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામનો 16 વર્ષનો સગીર ત્રણ દિવસ પૂર્વે પોતાના મિત્રને બાઈકમાં બેસાડી ગોંડલમાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલા કપુરીયા ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ઘવાયેલા સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં સગીરનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.પ્રાથમિક પુછપરછમાં મૃતક યજ્ઞદીપસિંહ જાડેજા તેના માતા-પિતાનો આધારસ્તંભ અને એકની એક બહેનનો એકનો એક ભાઈ હતો. મિત્રના બર્થ ડે પાર્ટીની ખરીદી માટે મિત્રને બાઈકમાં બેસાડી ગોંડલ ખરીદી કરવા ગયો હતો ત્યારે સર્જાયેલા અકસ્માતમાં યજ્ઞદીપસિંહ જાડેજાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *