રાજકોટમાં મુકબધીર તરૂૂણીનું યુવક સાથે ફોટો પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલિંગ કરી રૂૂ.770 લાખ અને યુવક સામે ગુનો નોંધ્યો હતો.તપાસમાં વધુ એક યુવાનની સંડોવણી ખુલી હતી.
આ રીતે કુલ ત્રણ આરોપીઓમાંથી પોલીસે ૠત્વિક રાજેશ રાજાણી (ઉ.વ.20, રહે. દામજી મેપા પ્લોટ-2,સહકારનગર મેઈન રોડ) અને સમીર ઉર્ફે નવાઝ રહીમ દોઢીયા (ઉ.વ.19, રહે. ખોડિયારનગર-1, ગોંડલ ચોકડી પાસે)ની ધરપકડ કરી હતી.
ભોગ બનનાર તરૂૂણીની માતાએ પોલીસને જણાવ્યું કે તેના ઘરે લગ્ન પ્રસંગ હતો. જેથી જેઠના પુત્રએ રૂૂા. 7.70 લાખ દાગીના ખરીદવા માટે આપ્યા હતા. રકમ સેટીમાં પુત્રએ આ રકમ પરત માંગતા સેટીમાં જોયું તો રકમ મળી ન હતી. સેટીમાં રકમ મુકી ત્યારે મૂકબધીર પુત્રી હાજર હતી. લગ્નપ્રસંગ પુરો થયા બાદ મૂકબધીર પુત્રીએ સાંકેતિક ભાષામાં કહ્યું કે પાડોશી તરૂૂણી અને તેનો મિત્ર ઋત્વિક તેને ઘર નજીક આવેલા બગીચામાં લઈ ગયા હતા.
જયાં પાડોશી તરૂૂણીએ ઋત્વિક સાથે તેનો ફોટો પાડયો હતો. ઋત્વિકે તે વખતે તેના શરીર સાથે અડપલા પણ કર્યા હતા.એટલું જ નહીં આ હકિકત કોઈને કહીશ તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી. સાથો-સાથ કટકે-કટકે રૂૂા.7.70 લાખ પડાવી લીધા હતા. આ વાત સાંભળી ચોંકી ઉઠેલા ભોગ બનનાર તરૂૂણીના વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો હતો.ગઈકાલે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ઋત્વિક અને સમીરની ધરપકડ કરી હતી.પોલીસે જણાવ્યું કે સમીરે જ ભોગ બનનાર તરૂૂણી સાથે ઋત્વિકની ફ્રેન્ડશિપ કરાવી હતી.પોલીસે આરોપીઓ પાસેથી રૂૂા.7.70 લાખ કબજે કરવા તજવીજ શરૂૂ કરી છે.
