સગીરો સાથે સેક્સના ઇરાદાવાળા બે ગુજરાતીની યુએસમાં ધરપકડ

ન્યૂજર્સી પોલીસે નવા વર્ષ પહેલા ’ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમના પર સગીરોને સેક્સ માટે…

ન્યૂજર્સી પોલીસે નવા વર્ષ પહેલા ’ઓપરેશન બેડ સાન્ટા’ માં 12 પુરુષોની ધરપકડ કરી છે, જેમાં બે ગુજરાતીઓનો સમાવેશ થાય છે. જેમના પર સગીરોને સેક્સ માટે મળવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. જેમની ઓળખ અક્ષ શાહ અને હરેશકુમાર ઉર્ફે હેરી વાળા તરીકે થઈ છે.

મિડલસેક્સ કાઉન્ટીના પ્રોસિક્યુટર યોલાન્ડા સિકોને જાહેરાત કરી હતી કે “ઓપરેશન બેડ સાન્ટા” નામના સફળ મિશનમાં 23 થી 65 વર્ષની વયના એક ડઝન જેટલા પુરુષો – જેમાં એક મિડલ સ્કૂલ શિક્ષક અને યુવા કાર્યક્રમ સંયોજકનો સમાવેશ થાય છે.તેઓ જાતીય પ્રવૃત્તિ માટે સગીર બાળક શોધવાની અપેક્ષા રાખતા એક નિવાસસ્થાને ગયા હતા. પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્લિકેશન્સ બનાવીને આરોપીઓને પકડવા માટે સમગ્ર ઓપરેશન બનાવ્યું હતું.

જેમાં પોતાને સગીર તરીકે રજૂ કર્યા, અને પુરુષોને મિડલસેક્સ સરનામાં પર મળવા માટે બોલાવાયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, જે 12 પુરુષોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં બે ગુજરાતીઓ સામેલ છે. પૂર્વ બ્રુન્સવિકના 23 વર્ષીય આકાશ શાહ પર પણ એક સગીરને અશ્ર્લીલ સામગ્રી વહેંચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.અક્ષ શાહ અને હેરી સિવાય વેદાંત ખંડેલવાલ નામના અન્ય એક 38 વર્ષીય ઈન્ડિયનની પણ ઓપરેશન બેડ સાન્તા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

કાઉન્ટી એટર્નીના જણાવ્યા અનુસાર 23 વર્ષનો અક્ષ શાહ ઈસ્ટ બર્ન્સવિકનો રહેવાસી છે જેના પર આ અંગેના કુલ ત્રણ ચાર્જિસ લગાવાયા છે જ્યારે હરેશ ઉર્ફે હેરી વાળા ડૂનેલનનો રહેવાસી છે અને ખંડેવાલ બ્રિજવોટરમાં રહેતો હોવાનું જણાવાયું છે પરંતુ તેમના ઈમિગ્રેશન સ્ટેસની માહિતી શેર કરવામાં નથી આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *