શહેરમાં આવેલા નવલનગર વિસ્તારમાં રહેતા આધેડ વહેલી સવારે પોતાના ઘરે ગબડી પડ્યા હતા આધેડને માથામાં હેમરેજ જેવી ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું. આધેડના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નવલનગર વિસ્તારમાં રહેતા સતિષભાઈ જેરામભાઈ પરમાર નામના 53 વર્ષના આધેડ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અકસ્માતે ગબડી પડ્યા હતા સતિષભાઈ પરમારને માથાના ભાગે હેમરાજ જેવી ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક સતિષભાઈ ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા અને તેમણે સંતાનમાં એક પુત્ર છે.
આ ઉપરાંત અન્ય બનાવમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલા શિવપરામાં રહેતા નાગજીભાઈ નારણભાઈ પરમાર નામના 55 વર્ષના આધેડ પોતાના ઘરે બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. બીજા બનાવમાં માર્કેટ યાર્ડ પાસે આવેલા આરએમસી બગીચા પાસે આશરે 45 વર્ષના અજાણ્યા પ્રૌઢ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજતા પોલીસે મૃતક અજાણ્યા પ્રૌઢના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.
