8.95 લાખની માલમતા સાથે છ આરોપીઓને ઝડપી લીધા: જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટતાં શોધખોળ હાથ ધરાઈ
જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામની સીમમાં એક વાડીમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમી ના આધારે એલસીબી ની ટુકડીએ ગઈ મોડી રાત્રે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાશ ભાગ થઈ હતી. એલસીબી ની ટુકડીએ 6 આરોપીઓને ઝડપી લીધા હતા, અને રૂૂપિયા 8.95 લાખની માલમતા કબજે કરી છે, જ્યારે અન્ય 11 આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં જામજોધપુર તાલુકા ના ધ્રાફા ગામની બોરીયા-બંધીયા નામની સીમમાં ગઈ રાત્રે જુગાર અંગે દરોડો પાડ્યો હતો. જ્યાં જયરાજસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (રહે.ધ્રાફાગામ તા.જાજોધપુર) વાળો તેના મીત્ર પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ (રહે.પોરબંદર) વાળા સાથે મળીને જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા ની કબ્જા ભોગવટાની વાડીના ખેતરમાં આવેલ ઓરડી મા બહારથી માણસો ભેગા કરી માંગ પાનુ અંદર બહાર ના નામે ગંજીપાના વડે જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાના અંગત ફાયદા સારૂૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો, જે દરમિયાન ભારે નાશભાગ થઈ હતી.
પોલીસે બનાવના સ્થળેથી (1) પ્રકાશભાઇ બહાદુરભાઇ બરડાઇ જાતે ખોજા ( રાણાવાવ), (ર) કેશુભાઇ વજેશીભાઈ આગઠ (પોરબંદર), (3) દિવ્યેશભાઇ નારણ ભાઈ વાજા (પોરબંદર), (4) રવિભાઇ શાંતીલાલભાઈ નડીયાધાર (પોરબંદર), (5) મનિશભાઈ ડાયા ભાઈ વકાતર (જામજોધપુર) અને (6) મહાવિરસિંહ અનીરૂૂધ્ધ સિંહ જાડેજા (ધ્રાફાગામ) ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડા 1,10,000 તથા મોબાઇલ ફોન નં-7 (કિ.રૂૂ.85,000), તથા એક કાર અને બે મોટર સાયકલ (કિ.રૂૂ. 7,00,000) મળી કુલ કિ.રૂૂ.8,95,000 નો મુદામાલ કબજે કર્યો છે.
તેમજ આ દરોડા સમયે (1) જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા રહે.ધ્રાફા , (2) નિલેશભાઇ ભુતીયા મેર (પોરબંદર), (3) રાજુભાઇ મોઢવાળીયા (પોરબંદર), (4) અરજણ ઉર્ફે ભુરો બાપોદરા (કોટડાગામ -.કુતીયાણા), (5) કિશનભાઇ( પોરબંદર), (6) કેશુભાઇ ઓડેદરા (કુતીયાણા) (7) ઇરફાન મુસ્લીમ (ચોરબેડીગામ -લાલપુર),(8) રામદેભાઇ રાણાભાઇ ઓડેદરા (પોરબંદર), (9) દાસાભાઇ (જુનાગઢ), (10) અશોકભાઇ (જુનાગઢ), (11) રાઠોડભાઈ ખાપટ વિસ્તાર પોરબંદર વાળા વગેરે ભાગી છુટ્યા હોવાથી તેઓને ફરારી જાહેર કર્યા છે. આ કાર્યવાહી એલ.સી.બી. ના પો.ઇન્સ. વી.એમ. લગારીયા અને તેઓની ટિમ દ્વારા કરાઈ હતી.
