ઢસા નજીક ટ્રક અને કાર અથડાતાં બે યુવાનોનાં મોત

અમદાવાદ તરફ જતા નડેલો અકસ્માત, અન્ય એક યુવકને ગંભીર ઇજા બોટાદ જીલ્લાના ગઢડાના ઢસા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 યુવકોના…

અમદાવાદ તરફ જતા નડેલો અકસ્માત, અન્ય એક યુવકને ગંભીર ઇજા

બોટાદ જીલ્લાના ગઢડાના ઢસા ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો, 2 યુવકોના ઘટના સ્થળે મોત 1 યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.ગઢડા તાલુકાના ઢસા નજીક ગઢડા-અમદાવાદ રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો.

આ દુર્ઘટનામાં કારમાં સવાર 2 યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો.આ અકસ્માત ઢસા થી અમદાવાદ તરફ જતા ગઢડા રોડ પર થયો હતો. સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે થયેલી આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારમાં ત્રણ લોકો સવાર હતા.અકસ્માત ની ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે બંને મૃતદેહ નો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે ઢસા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.ઢસા પોલીસે બંને મૃતકો હાર્દિકભાઇ ધીરેન્દ્રભાઇ ઠક્કર (ઉં.વ.37) રહે-એ/501, રાધે હાઇટસ હાથીજન ચાર રસ્તા, અમદાવાદ અને જીમીતભાઇ ભરતભાઇ રાજાણી (ઉં.વ.39) રહે-સેક્ટર-7 સનસીટી સાઉથ બોપલ,અમદાવાદ પી.એમ.માટે ઢસા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે જ્યારે પુનિત ધર્મેશભાઈ ઠક્કર. અમદાવાદ ને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *