કટિંગ વખતે ગ્રામ્ય એલસીબી ત્રાટકી, ત્રણ વાહનો સહિત રૂા.99.61 લાખનો મુદ્દામાલ કબજે
31 ડીસેમ્બર માટે રાજકોટના નામચીન બુટલેગરે મંગાવેલ દારૂૂના જથ્થાનું જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડીસી પાછળના ખુલ્લા મેદાનમાં કટિંગ ચાલુ હતું ત્યારે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી વિદેશી દારૂૂની 5604 નંગ બોટલો અને બિયરના ટીન નંગ 888 બંને મળી કુલ રૂૂ.61 લાખના દારૂૂ-બીયર તેમજ ટ્રક, બોલેરો, ટેમ્પો, બાઇક થઈ કુલ 99, 61,799નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજકોટ જીલ્લામાં 31 ડિસેમ્બર પૂર્વે પ્યાસીઓ માટે પાર્ટી કરવા માટે દારૂૂની રેલમછેલ કરવ બુટલેગર સજ્જ થયા હોય પોલીસે પણ આવા બુટલેગર ઉપર વોચ ગોઠવી હતી જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં જીઆઇડિસી પાછળ ખુલ્લા મેદાનમાં અંગ્રેજી દારૂૂની કટિંગ ચાલતું હોવાની પૂર્વ બાતમીને આધારે રાજકોટ ગ્રામ્ય ક્રાઈમ એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડામાં દારૂૂ લઈને આવનાર તેમજ દારૂૂ લઈ જનાર બુટલેગરો અંધારાનો લાભ લઇ પોલીસને જોઈને નાશી ગયા હતાં. જેથી ખુલ્લા મેદાનમાં પડેલા ટ્રક, બોલેરો, તેમજ ટેમ્પોમાં પોલીસે તપાસ કરતા જુદીજુદી બ્રાન્ડની નાની મોટી કૂપ 5604 નંગ અંગ્રેજી દારૂૂની બોટલ તેમજ 888 નંગ બિયરના ટીન બન્ને થઈ કિંમત રૂૂપિયા 61,04,280 રૂૂપિયાનો મળી આવ્યો હતો. જે 4 વાહન સાથે થઈ કુલ 99,61,799 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ દારૂૂ અને બીયરનો જથ્થો રાજકોટના ધવલ રસિકભાઈ સાવલિયાએ મંગાવ્યો હતો જેની સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી હતી
જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા, સાથે એસઓજીના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ આર.વી. ભીમાણી, એચ.સી. ગોહીલ તથા એ.એસ.આઇ. બાલક્રુષ્ણભાઈ ત્રીવેદી તથા અનીલભાઇ બડકોદીયા, તથા પો.હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, દિવ્યેશભાઈ સુવા, હરેશભાઈ પરમાર, તથા પો.કોન્સ. મીરલભાઈ ચંદ્રવાડીયા, ડ્રા.પો.કોન્સ. અબ્દુલભાઈ શેખે કામગીરી કરી હતી.
