ભાડે લીધેલી કાર ગીરવે મૂકી છેતરપિંડી કરી છેલ્લા ચાર મહિનાથી ફરાર ગઠિયાની ધરપકડ

સ્લેફ ડ્રાઈવિંગમાં કાર ભાડે આપનાર વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને રાજકોટ શહેર નાસતા ફરતા…

સ્લેફ ડ્રાઈવિંગમાં કાર ભાડે આપનાર વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધાયો હતો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ચાર માસથી ફરાર આરોપીને રાજકોટ શહેર નાસતા ફરતા સ્કોડ ઝોન-2 ટીમે ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યો હતો. અમિત વાઘેલા નામના વેપારીના મિત્ર વિકાસ ભાદરકાના કહેવાથી અમિત રાજ ભાદરકા નામનો શખ્સ તેના પિતા ભુપતભાઈની માલિકીની વેરના ગાડી જેના રજી.નં. જીજે 03 એલઆર 8778 2 દિવસ ના ભાડા પેટે લઈ જવાનું કહી વિકાસનું સ્પેન્ડર મો.સા. જેના રજી.નં.જીજે25 એબી 2570 વાળુ ગાડીની અવેજી પેટે ગીરવે મુકી વેરના ગાડી લઇ ભાગી ગયો હતો.

જે મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજે તેના મિત્ર સોહિલની મદદથી ભાડે લીધેલી કાર ગીરવે મૂકી દીધી હતી. નાસતા ફરતા સ્કોડ ઝોન-2ના પીએસઆઈ આર.એચ.ઝાલા અને તેમની ટીમે બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ના છેતરપીડીંના ગુન્હામાં છેલ્લા ઘણા સમયથી ફરાર આનંદનગર કોલોની બગીચા સામે રહેતા સોહીલ ઇકબાલભાઇ પરમાર (ઉ.વ.21)ને ઝડપી લઇ ગાંધીગ્રામ પોલીસ હવાલે કર્યો હતો. રહે. નાસતા ફરતા આરોપીઓને પકડતી સ્કોડના પીએસઆઈ આર.એચ.ઝાલા સાથે હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, અંકીતભાઇ નિમાવત, અનીલભાઇ જીલરીયા તેમજ કોન્સ્ટેબલ અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાએ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *