રાજકોટમાં અનાજ વિતરણનું એટીએમ શરૂ કરવા તંત્ર ગતિશીલ

ધારાસભ્ય ડો.શાહની માંગણી બાદ યોગ્ય જગ્યા શોધવા કલેકટરની સૂચના રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા પુરવઠા સમિતિની બેઠક…

ધારાસભ્ય ડો.શાહની માંગણી બાદ યોગ્ય જગ્યા શોધવા કલેકટરની સૂચના

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને જિલ્લા પુરવઠા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા પુરવઠા અધિકારી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સંકલન બેઠકમાં શહેરના રેશનકાર્ડ ધારકોની સુવિધા માટે મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ધારાસભ્ય દર્શિતાબેન શાહે રજૂઆત કરી હતી કે, ભાવનગરમાં જે રીતે સફળતાપૂર્વક અનાજનું એટીએમ કાર્યરત છે, તેવું જ મોડેલ રાજકોટમાં પણ અમલી બનાવવું જોઈએ. આ સુવિધાથી ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ધારકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે અને પારદર્શક રીતે અનાજનું વિતરણ થઈ શકશે.

આ રજૂઆતને ગંભીરતાથી લેતા કલેક્ટરે તાત્કાલિક અસરથી પુરવઠા અધિકારીને આ પ્રોજેક્ટ માટે યોગ્ય જમીનની ફાળવણી કરવા અને જગ્યા શોધવા માટેની સૂચના આપી દીધી છે. વહેલી તકે વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી રાજકોટમાં પ્રથમ અનાજનું એટીએમ શરૂૂ કરવા માટે તંત્ર ગતિશીલ બન્યું છે. માત્ર એટીએમ જ નહીં, પરંતુ બેઠકમાં અન્ય પ્રશ્નોની પણ ગુંજ જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રેશનકાર્ડ ધારકોને બાજરીનો જથ્થો ફાળવવામાં આવતો નથી, તેવી ફરિયાદો ઉઠી હતી. આ બાબતે ધારાસભ્યએ ધ્યાન દોરતા કલેક્ટરે ઘટતું કરવા અને પુરવઠાની અનિયમિતતા દૂર કરવા ખાતરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *