આજીડેમ ચોકડી પાસે રહેતા યુવાન સાથે 3 શખ્સોએ ઝઘડો કર્યો હતો જેમાનાં એક શખ્સે તુ મારી પત્નીને ફોનમા કેમ ગાળો આપે છે તેમ કહી છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વીગત મુજબ આજીડેમ ચોકડી પાસે રહેતો અશ્ર્વીન ભનુભાઇ ગઢાત્રા નામનો રપ વર્ષનો યુવાન આજીડેમ ચોકડી પાસે આવેલી કરીયાણાની દુકાને હતો ત્યારે સીંકદર સહીતનાં શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા હુમલાખોર શખ્સની પત્ની કરીયાણાની દુકાને વસ્તુ લેવા ગઇ હતી તે દરમ્યાન અશ્ર્વીન ગઢાત્રા ફોનમા વાત કરતો હતો ત્યારે હુમલાખોર શખ્સે તુ મારી પત્નીને ફોનમા કેમ ગાળો આપે છે તેવુ આલ મુકી હુમલો કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
