આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં મોટા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન અપાશે. આ માટે રાજકોટ શહેર અને જીલ્લાના 2 સહીત ગુજરાતના 119 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની યાદી કરીને તેમની વિગતો મંગાવવામાં આવી છે. જેમાં વિવિધ વિગતોને આધારે પ્રમોશન અંગે મેરિટ નક્કી કરવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગની સુચનાથી પોલીસના વહીવટી વિભાગ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરને ડીવાયએસપીના પ્રમોશન આપવા માટેની પ્રક્રિયા શરૂૂ કરી છે. જે અંતર્ગત 119 પોલીસ ઇન્સ્પેક્ટર્સની યાદી તૈયાર કરીને જે તે જિલ્લા અને પોલીસ વિભાગના વડાઓને તમામ પોલીસ ઇન્સ્પેક્ટર્સની વિવિધ વિગતો આપવા માટે સુચના આપી છે.
જેમાં પીઆઇ તરીકેની પોસ્ટ મળ્યાની તારીખ,સીસીસીની પરીક્ષા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર, તેમની સામે ચાલતી ખાતાકીય કે કોર્ટની કાર્યવાહી, ભુતકાળમાં લેવામાં આવેલા કોઇ શિક્ષાત્મક પગલાની વિગતો એકત્ર કરવા માટે સુચના આપવામાં આવી છે. સાથે સાથે તમામ પંસંદગી થયેલા પીઆઇને સેલ્ફ ડીક્લેરેશન આપવાનું પણ કહેવાયું છે. જે તમામ પ્રક્રિયા ગઈ 19/12 સુધી પૂર્ણ થયા બાદ મેરિટ તૈયાર કરીને એક મહિનામાં પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરાશે.
ગુજરાતના કુલ-119 પી.આઈ પૈકી જો કોઈ સામે કોર્ટ કેસ પડતર હોય તો તે સંદર્ભે પ્રોસિક્યુશનની મંજૂરી આપેલ છે? જો હા તો કયારે? (2)કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયેલ હોય તો તે કોર્ટનું નામ અને તારીખ અને કોર્ટે કરેલી કાયવાહીમાં કયારે? તેની સ્પષ્ટ વિગતો સાથે માહિતી તૈયાર કરી તેના આધાર-પુરવા જેમ કે કોર્ટના કેસ સ્ટેટસ/આરોપનામાની અને આખરી હુકમની નકલ સાથે આજ તા.19/12/2025ના સાંજના 4 વાગ્યા સુધીમાં આ કચેરીને તમામ રેન્જ વડા તેમજ જિલ્લાઓની માહિતી સંકલિત કરી તેની ચકાસણી કરીને મોકલી આપવા જણાવ્યું હતું. ગૃહ વિભાગ દ્વારા આ માહિતીને આધારે હવે ટુક સમયમાં 119 માંથી લાયકાત ધરાવતા પી.આઈને ડી.વાય.એસ.પી તરીકે બઢતી આપવામાં આવશે આ યાદીમાં રાજકોટ જીલ્લાના પી.આઈ એચ.એન.રાઠોડ અને શહેરમાં લાયસન્સ શાખામાં ફરજ બજાવતા પી.આઈ જે.એચ.દહિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
