અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે હત્યાના પ્રયાસ સહિત ત્રણ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ શિવરાજ ધાખડાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. રાજુલા નજીક હિંડોરણા ગામ પાસેના ચેતન ઓટો પેટ્રોલપંપ પર તેણે આ ગુનાઓ આચર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, શિવરાજ ધાખડાએ પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેણે પેટ્રોલપંપના કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી અને મારામારી કરી હતી. એક ટ્રક ડ્રાઈવરને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ પંપ માલિકને ફરિયાદ કરવા બદલ ધમકીઓ આપી હતી.
આ ત્રણ ગુનાઓમાં તે વોન્ટેડ હતો.આરોપી શિવરાજ ધાખડાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. રાજુલા, જાફરાબાદ, ખાંભા, દાઠા, સાવરકુંડલા અને ગીર ગઢડા સહિતના પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ભૂતકાળમાં તેની સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પણ થઈ ચૂકી છે.જિલ્લા પોલીસ વા સંજય ખરાતના અને એ.એસ.પી. જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી વડ ગામ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનાના સ્થળ હિંડોરણા પેટ્રોલપંપ પર રિક્ધસ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું અને ગુનાના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી અશોક સિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી.
