જામનગરમાં એડવોકેટ પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા

જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી…

જામજોધપુરના એક એડવોકેટ પોતાના કામ સંદર્ભ માં ત્રણેક દિવસ પહેલા જામનગર આવ્યા હતા’ અને તેઓ પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન સમર્પણ સર્કલ પાસે ડબલસવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો એ એડવોકેટ ને આંતરી લીધા હતા, અને મારનો ભય બતાવી તેમના મોબાઈલ ફોનમાંથી રૂૂપિયા 10,000 ની રકમ ટ્રાન્સફર કરાવી લઈ કેટલાક જરૂૂરી ડોક્યુમેન્ટ આંચકી ને પોતાની સાથે લઈ ગયા ની પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી જે ગુનામાં પોલીસે બંને આરોપી ને ઝડપી લીધા છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર માં માધવ એવન્યુમાં ધ્રાફા ફાટક પાસે રહેતા અને વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરતા ગૌતમભાઈ કેશવભાઈ કારેણા કામ માટે ગત તા.16 ના જામનગર આવ્યા હતા, અને પોતાનું કામ પતાવીને બાઈક પર બેસીને જામજોધપુર જવા માટે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બપોરના સમયે સમર્પણ સર્કલ પાસે ડબલ સવારીમાં આવેલા બે બાઈક સવારોએ તેમને રોકી લીધા હતા, અને ધાક ધમકી આપી તેઓ પાસેથી કેટલાક જરૂૂરી ડોક્યુમેન્ટ પડાવી લીધા હતા. આ ઉપરાંત કયુ આર કોડ મારફતે મોબાઈલ નો ઉપયોગ કરીને તેમના બેંક ખાતામાંથી 10,000 ની રોકડ રકમ પણ અન્ય મોબાઈલ ધારક ના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી, અને ભાગી છૂટ્યા હતા.

આખરે એડવોકેટ દ્વારા પોલીસ મથકમાં બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. જે બંને આરોપીઓ નંબર પ્લેટ વગરના બાઈક ઉપર આવ્યા હોવાનું જણાવ્યું હોવાથી પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરા ઓ વગેરે ચેક કરી ને આરોપીઓ ને પકડવા માટે તપાસ શરૂૂ કરી હતી.આખરે આ ગુના નો ભેદ ઉકેલવામાં પોલીસ ને.સફળતા સાંપડી.છે. અને રાજવીર હેમંતભાઈ મારકણા ( રે. મધુરમ સોસાયટી, નવાગામ ઘેડ ) અને શબિર ગફારભાઈ સંઘાર ( રે.માટેલ.ચોક ,રામેશ્વર નગર ) ને ઝડપી લઈ તેઓ પાસે થી રૂૂ.10 હજાર ની રકમ પણ પોલીસે કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *