જામનગર શહેરમાં થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ના ભાગરૂૂપે દારૂૂના પ્યાસીઓ માટે થઈને શહેરના બુટલેગરો સક્રિય બન્યા છે, અને ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો મોટો જથ્થો આયાત કરવામાં આવ્યો છે, પરંતુ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તથા સીટી એ. ડિવિઝન ની પોલિસ ટીમ સક્રિય બની છે, અને અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી ઇંગ્લિશ દારૂૂ અને બિયરનો માતબર જથ્થો પકડી પાડ્યો છે, અને બુટલેગરોના દારૂૂના નેટવર્ક નો પર્દાફાશ કર્યો છે.
સૌ પ્રથમ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમેં દરોડો પાડ્યો હતો. જામનગરમાં નાગેશ્વર કોલોની ઢોલીયા પીરની દરગાહ પાસે રહેતા મુર્તુઝા ઉર્ફે લાડુ ઓસમાણભાઈ રાઠોડ નામના શખ્સ દ્વારા પોતાના મકાનમાં ઇંગલિશ દારૂૂ નો મોટો જથ્થો એક રીક્ષા મારફતે ઉતારવામાં આવ્યો છે, તેવી બાતમી ના આધારે દરોડો પાડયો હતો, અને ઇંગ્લિશ દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 600 નંગ બાટલીઓ નો જથ્થો તથા 288 નંગ બિયરના ટીન મળી કુલ 8,37,600 ની માલમતા કબજે કરી લીધી છે.
આ દરોડા સમયે આરોપી મકાનમાલિક આરોપી ભાગી છૂટ્યો હોવાથી તેને ફરારી જાહેર કરીને શોધખોળ હાથ ધરી છે. આ ઉપરાંત ઈંગ્લીશ દારૂૂ ના સંદર્ભમાં સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઓશવાળ કોલોની શેરી નંબર 2 માં ખુલ્લા પ્લોટ વિસ્તારમાં દરોડો પડ્યો હતો. જ્યાં પાર્ક કરવામાં આવેલી વેગેનાર કારની તલાસી લેતાં તેની અંદરથી 372 નંગ ઇંગ્લિશ દારૂૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો.
તેથી પોલીસે ઇંગ્લિશ દારૂૂ અને કાર સહિત રૂૂપિયા સાડા સાત લાખની માલમતા કબજે કરી છે, જ્યારે આ દારૂૂની હેરાફેરી કરી રહેલા રાજેશ ઉર્ફે રાજા જેઠાલાલ મંગે ને ઝડપી લીધો છે. ઉપરોક્ત દારૂૂ આરોપી મનીષ ઉર્ફે પલ્લી દામા અને પ્રવીણ ઉર્ફે પવી ગજરા દ્વારા આયાત કરાયો હોવાથી તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
