RBA પેનલના સમર્થનમાં પાટીદાર વકીલો એક મંચ પર આવ્યા

રાજકોટ શહેરમાં વસતા પાટીદાર વિકલોની અંકે હાજા ગગડાવી નાખનાર સંમેલન એડવોકેટ દિલીપ પટેલની આગેવાની નીચે RBA પેનલના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટરી નિલેશ…

રાજકોટ શહેરમાં વસતા પાટીદાર વિકલોની અંકે હાજા ગગડાવી નાખનાર સંમેલન એડવોકેટ દિલીપ પટેલની આગેવાની નીચે RBA પેનલના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ બીમલ જાની, સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર પ્રગતિ માંકડીયા, લાયબ્રેરી સેક્રેટરી કેતન મંડના સમર્થનમાં મળી ગયેલ છે. આ સંમેલનમાં 700થી વધુ વકીલ ભાઈ-બહેનો એ એક ચાવી જે RBA પેનલને સમર્થન આપેલ હતું.

રાજકોટ પાટીદારોની મીટીંગમાં પ્રમુખ પરેશ મારૂૂએ ગયા વર્ષમાં કરેલ કાર્યો તથા ઐતિહાસીક સેમીનાર અંગેની ચર્ચાઓ કરેલ હતી. રેવેન્યુબારના પ્રમુખ રમેશભાઈ કથીરીયાએ આ ધર્મ યુધ્ધ હોય તમામ પાટીદારોએ એક થઈ અને પેનલ ટુ પેનલ મતદાન કરાવાનો અનુરોધ કરેલ હતો.

પાટીદાર સીનીયર ધારાશાસ્ત્રી એન.વી.પટેલ તથા મૌલીક ફળદુએ આરબીએ પેનલને હંમેશા પાટીદાર વકીલોએ સ્વિકારેલી છે અને આપણો સૌ હંમેશા પાટીદાર પેનલ તરીકે માન્યતા આપેલ એવી આરબીએ પેનલના તમામ ઉમેદવારોના સમર્થમાં મતદાન કરવા અનુરોધ કરેલ હતો. આ સંમેલનમાં રમેશ ભંડેરી, વિરલ પટેલ, શંભુભાઈ બારસીયા, કાંતીભાઈ, કિરીટ ચોવટીયા, રવિ દોંગા, કિશન સખીયા, ધવલ સુદાણી, રીધમ ઝાલાવડીયા, નૈમીષ પટેલ, સી.એમ.પટેલ, સી.જી.રામાણી, હરેશ ત્રાડા, ધનરાજ સાવલીયા, હરેશ સોરઠીયા, સી.જે.પટેલ, પીયુશ સખીયા, રાકેશ કોઠીયા હાજર હતા.

આ ઉપરાંત મહિલા ધારાશાસ્ત્રી રશ્મી સાવલીયા, અનિલ ગજેરા, તથા સુરેશ સાવલીયા અને આર.આર. પટેલે પ્રવચનમાં જણાવેલ હતુ કે, સરદાર વલ્લભભાઈ પટેલના નેતા ઉભેરે તો તેને અન્યાય કરવામાં આવે છે જે ઈતિહાસ રાજકોટ બારમાં પણ દોરવાયો છે દીલીપભાઈ પટેલ રાજકોટ બારમાં ઉભરતા ત્યારે પણ તેમના પગ ખેંચવાની પ્રવૃતી ઘણા વર્ષોથી કરવામાં આવી રહેલ છે. તેના ભાગરૂૂપે દીલીપભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ નેશનલ લીગલ સેમીનારનો પણ વિરોધ કરવામાં આવેલ હતો.

આ સાથે ધર્મેશ સખીયા, નરેશ પરસાણા, અજય પીપળીયા, સમીર પટેલ, પ્રશાંત પટેલ, વિજય પાંભર, ઘનશ્યામ અકબરી, ભાવેશ સીધ્ધપરા, વીમલ વેકરીયા, ધવલ મેઘાણી, લલીત સંખાવરા, રીતેશ ટોપીયા, સત્યમ ચાંગેલા, અશોક ત્રાંબડીયા, રમેશ આધ્રોજા, અનીલ પાટડીયા, હિમાંશુ ગઢીયા, સતિષ મુંગરા, રોહિત મુંગરા, રોહિત લીબાસીયાએ ખંભેખભા મીલાવી અને મતદાન કરવાની હાકલ કરેલ હતી.આરબીએ પેનલના પ્રમુખના ઉમેદવાર સુમીત વોરાએ ગત વર્ષમાં પ્રવાસો, ગેઈમ્સ અને મેડીકલ કેમ્પ, નવરાત્રી મહોત્સવ વિગેરેની યાદો અપાવી અને આગલા વર્ષમાં આનાથી પણ વધારે કામ કરવાની પ્રતિજ્ઞા લઈ આવનારા દીવસે સેમીનાર, મહિલા બાર અદ્યતન બનાવી મત આપવા રજુઆત કરેલ હતી. એન.પી.રૂૂપારેલીયા, પીયુષ સખીયા, નીખીલ ઝાલાવડીયા, જયદીપ મારકણા, રજની સાંગાણી, સતીષ કથીરીયા, ઘનશ્યામ સખરેલીયાએ આરબીએ પેનલને જીતાડવા આયોજનો કરેલ હતા.

બાર કાઉન્સીલના દીલીપ પટેલે પેનલ ટુ પેનલ મતદાન કરવા ભાર મુકેલ હતો અને એક પણ ઉમેદવાર હારશે તો આપણી હાર જ ગણાશે. પાટીદારોની એકતાના દર્શન આજ મહાસંમેલનમાં થયેલા છે અને શુક્રવારે મતદાન કરવા માટે ભાર મુકેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *