ઢેબર રોડ ઉપર 384 બોટલ વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ

શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ…

શહેરના ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી પીસીબીની ટીમે દરોડો પાડી ઓટો રીક્ષામાંથી વિદેશી દારૂૂની હેરાફેરી કરવા નીકળેલા શખ્સની ધરપકડ કરી રૂૂ.68,160નો વિદેશી દારૂૂ અને રિક્ષા સહીત 2.78 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.

મળતી વિગતો મુજબ પોલીસ કમિશ્નર બ્રજેશ કુમારના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરતી પીસીબીને શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેર કાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ટીમના કરણભાઇ મારૂૂ, યુવરાજસિંહ રાણાને મળેલ સયુંકત હકીકત આધારે ઢેબર રોડ રાજકમલ ફાટક પાસે રોડ ઉપરથી બજાજ મેક્ષીમા ઓટો રીક્ષા નંબર જી.જે.11.યુ.યુ.2243 માંથી રૂૂ.68,160 ની 384 બોટલ વિદેશી દારૂૂના જથ્થા સાથે મવડી મેઇન રોડ શ્રીનાથજી સોસાયટી શેરી નં.3માં રહેતા રોહીત રાજેશભાઇ બાબરીયાની ધરપકડ કરી રૂૂ.2.78 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

પી.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂૂ, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *