પતિની પ્રેમિકાની હત્યા માટે પત્નીએ આપી સોપારી

15 લાખમાં કામ તમામ કરે તે પહેલા રાજસ્થાનમાં દારૂની દુકાને ફાયરિંગ કરતા ભાંડો ફૂટ્યો ઉંઝાની એક મહિલાએ તેના પતિની પ્રેમીકાની હત્યા માટે ભાડુતી મારાઓને આપેલી…

15 લાખમાં કામ તમામ કરે તે પહેલા રાજસ્થાનમાં દારૂની દુકાને ફાયરિંગ કરતા ભાંડો ફૂટ્યો

ઉંઝાની એક મહિલાએ તેના પતિની પ્રેમીકાની હત્યા માટે ભાડુતી મારાઓને આપેલી સોપારીનો ભાંડો ફૂટયો છે . રાજસ્થાનમા દારૂની એક દુકાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામા પકડાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન આ ગુંડાઓએ એક નર્સની હત્યા માટે સોપારી લીધાનો ઘટસ્ફોટ થયો હતો જેના પગલે પોલીસે સોપારી આપનાર શિક્ષિત મહિલાની ધરપકડ કરવામા આવી છે.

ઝુંઝુનૂ પોલીસે ગુજરાતની રહેવાસી મહિલાના મર્ડરનું કાવતરું રચનારા કાવતરાંખોર મહિલાની ધરપકડ કરી લીધી છે. તેને ગુજરાતમાંથી પકડી લીધી છે. ગુજરાતના ઊંઝાની રહેવાસી કાજલ પટેલ સરકારી સ્કૂલમાં હેડ મિસ્ટ્રેસ છે. તેણે 15 વર્ષ પહેલાં લવ મેરેજ કર્યા હતા. પણ છેલ્લા કેટલાક સમયથી તેને શંકા થઈ ગઈ હતી કે તેના પતિને કોઈ મહિલા સાથે આડા સંબંધ છે.

બસ પછી શું શંકાના આધાર પર તેણે એ મહિલાનું મર્ડર કરવા માટે શૂટર્સને 15 લાખ રૂૂપિયાની સોપારી આપી દીધી. આ શૂટર મહિલાનું મર્ડર કરે તે પહેલાં જ તે ઝુંઝુનૂ જિલ્લામાં દારૂૂની દુકાન પર ફાયરિંગના આરોપમાં પકડાઈ ગયો. પોલીસની પૂછપરછમાં તેણે કાજલ પટેલનું નામ આપી દીધું. તેના પર પોલીસે તેની પણ ધરપકડ કરી લીધી.

ઝુંઝુનૂ એસપી બ્રજેશ જ્યોતિ ઉપાધ્યાએ જણાવ્યું કે, જિલ્લાના પિલાની વિસ્તારના લિખવા ગામમાં તાજેતરમાં દારૂૂની દુકાન પર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ ખંડણી માટે થયું હતું. પોલીસે આ મામલામાં છ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓએ પૂછપરછમાં કહ્યું કે તેને ગુજરાતની એક લેડી ડોક્ટરે મર્ડરની સોપારી આપી હતી. તેના પર પોલીસ એલર્ટ મોડમાં આવી અને તેણે આ શૂટર સાથે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી. તપાસમાં સામે આવ્યું કે શૂટર્સને જે મહિલા ડોક્ટરે મર્ડરની સોપારી આપી હતી તે હકીકતમાં ડોક્ટર નહીં પણ નર્સ છે.

આ નર્સના મર્ડરનું કાવતરું ગુજરાતની કાજલ પટેલે રચ્યું હતું. કાજલ પટેલે હાર્દિક પટેલ સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે. બંનેને એક દીકરો પણ છે. કાજલને શંકા હતી કે તેનો પતિ હાર્દિક પટેલ સાથે આ નર્સને આડા સંબંધ છે. આ શંકામાં તે છેલ્લા છ મહિનાથી લેડી નર્સને મારવાનો પ્લાન બનાવી રહી હતી. આ મહિલા નર્સને મારવા માટે તેણે શૂટરને 15 લાખ રૂૂપિયાની સોપારી આપી હતી. કાજલ પટેલે આરોપીઓને એક લાખ રૂૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા.

આ રૂૂપિયાથી દારૂૂની દુકાન પર ફાયરિંગમાં સામેલ શૂટરે આધુનિક હથિયાર અને કારતૂસ ખરીદ્યા હતા. હત્યા માટે આ મહિલાની ગુજરાતમાં રેકી પણ કરાવી હતી. પણ અમુક કારણોસર તેને મારી શક્યા નહીં. આ દરમિયાન આરોપીઓ દારૂૂની દુકાને ફાયરિંગ કરતા પકડાઈ ગયા અને તે મહિલાને મારવાનો પ્લાન ફેલ થઈ ગયો. હવે પોલીસ કાજલ સાથે પૂછપરછ કરવામાં લાગી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *