જામનગરના નાઘેડીમાં દારૂ સાથે કારચાલક ઝડપાયો

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે…

જામનગર નજીક નાઘેડી વિસ્તારમાંથી કારમાં ઈંગ્લીશ દારૂૂની હેરાફેરી કરી રહેલા નામચીન બુટલેગર ને એલસીબી ની ટુકડીએ ઇંગ્લિશ દારૂૂ અને કાર સાથે પકડી પાડ્યો છે, જયારે તેને દારૂૂ સપ્લાય કરનાર અન્ય એક બુટલેગરને ફરારી જાહેર કરાયો છે. જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં રહેતો રામભાઈ ઉર્ફે રામકો જીવાભાઇ મોઢવાડિયા નામનો દારૂૂનો બુટલેગર નાઘેડી વિસ્તારમાં એક કારમાં દારૂૂ ની હેરાફેરી કરી રહ્યો છે, તેવી બાતમી ના આધારે એલસીબીની ટુકડી એ દરોડો પાડયો હતો, અને કારમાંથી 23 નંગ દારૂૂની બાટલી અને મોબાઈલ ફોન સહિત રૂૂપિયા 1,35,000 ની માલમતા સાથે આરોપી રામકા ને ઝડપી લીધો છે. તેને ઉપરોક્ત દારૂૂ નાઘેડી વિસ્તારમાં રહેતા રામભાઈ ભરવાડ નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે, અને શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *