રાજકોટના બહુમાળી ભવન ખાતે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી સાથે ઉના પંથકના એક શખ્સે કેન્દ્ર સરકારના કર્મચારી તરીકે ઓળખ આપી સરકારી લેપટોપ આપાવવાની લાલચ આપી રૂૂ.36 હજારની છેતરપિંડી કરતા આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ કટારિયા ચોકડી પાછળ પંડિત દિનદયાળનગરમાં રહેતાં મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા નિખિલભાઈ પરમાર (ઉ.વ.36)એ નોંધાવેલી ફરિયાદમાં ઉના પંથકના જયસુખ અરજણા સરવૈયાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ તા. 10ના રોજ તેના ગામના ડાયાભાઈ પરમારે કોલ કરી કહ્યું કે તેની પુત્રી રાજકોટમાં બીસીએનો અભ્યાસ કરે છે. તેના માટે સરકાર દ્વારા મફતમાં લેપટોપ સહાય યોજના હોય તો જણાવો. જેથી તેણે કહ્યું કે આવી કોઈ સરકારની યોજના અમલમાં નથી. પરંતુ અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનમાં આવી યોજના અમલમાં છે. જેની સામે ડાયાભાઈએ કહ્યું કે તેની પુત્રીની બહેનપણીએ કેન્દ્ર સરકાર દ્વારા રૂૂા.2 હજારમાં લેપટોપ આપવાની યોજનામાં અરજી કરી છે.
આપણા તાલુકાના એક સાહેબ સેન્ટ્રલ ગર્વમેન્ટમાં નોકરી કરે છે. જે આ યોજનાનો લાભ અપાવે છે. ત્યાર પછી ડાયાભાઈએ આરોપીને કોન્ફરન્સ કોલમાં લઈ વાત કરાવી હતી. જેમાં આરોપીએ કહ્યું કે પોતે સેન્ટ્રલ ગર્વમેન્ટમાં કૌશલ્ય સ્કિલ ડેવલપમેન્ટ ઇપાર્ટમેન્ટમાં એજયકેશન નોડલઓફિસરે તરીકે નોકરી કરે છે. એટલું જ નહીં પોતાના સમાજ અને પછાત વર્ગના ગરીબ બાળકોને આ યોજનાનો લાભઅપાવે છે. બીજા દિવસે આરોપીએ તેને વોટસએપ કોલ કરી કહ્યું કે લેપટોપ યોજનામાં ચાર વિદ્યાર્થીઓ ઘટે છે, આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, જેથી તમે આપણા સમાજના ચાર વિદ્યાર્થીઓ શોધી તેના ડોક્યુમેન્ટ મોકલી આપો. પરિણામે નિખિલભાઈએ તેના સમાજના ચાર વિદ્યાર્થીઓના નામ મોકલી આપ્યા હતા. પોતાના બેન્ક એકાઉન્ટમાંથી આરોપીએ મોકલેલા કયુઆર કોડ ઉપર રૂૂા. 16 હજાર ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત આરોપીના કહેવાથી પોતાના માટે પણ સરકારી લેપટોપ લેવા માટે રૂૂા.20 હજાર આપ્યા હતા. આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસે જયસુખ અરજણા સરવૈયા સામે ગુનો નોંધી તેની ધરપકડ માટે તજવીજ શરૂૂ કરી છે.
