ઝનાના હોસ્પિટલમાં દુષ્કર્મ પીડિત સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો

કાલાવડ પંથકમા આવેલા એક ગામમા રેહતી અને ગોધરા ખાતે હોસ્ટેલમા રહી કોલેજમા અભ્યાસ કરતાી 17 વર્ષની સગીરા હાલ દીવાળીનાં વેકેશનમા તેમનાં માતા-પિતાનાં ઘરે આવી હતી.…

કાલાવડ પંથકમા આવેલા એક ગામમા રેહતી અને ગોધરા ખાતે હોસ્ટેલમા રહી કોલેજમા અભ્યાસ કરતાી 17 વર્ષની સગીરા હાલ દીવાળીનાં વેકેશનમા તેમનાં માતા-પિતાનાં ઘરે આવી હતી. ત્યારે તેમને પેટમા દુ:ખાવો ઉપડતા તેણીને સારવાર માટે સૌ પ્રથમ મેટોડાની ખાનગી હોસ્પીટલ તયારબાદ ત્યાથી વધુ સારવાર માટે રાજકોટની ઝનાના હોસ્પીટલમા સારવાર માટે ખસેડાય હતી. જયા ગઇકાલે કાલાવાડ તાલુકા પોલીસનાં સ્ટાફે સગીરાનુ નીવેદન નોંધ્યુ હતુ. તેમજ સગીરાએ આજે મૃત બાળકને જન્મ આપ્યા બાદ તેણીની તબીયત લથડતા તેમને સારવાર આપવામા આવી રહી હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

વધુ વિગતો મુજબ કાલાવડ પંથકનાં મેઘપર ગામે રહેતી અને હાલ ગોધરા ખાતે હોસ્ટેલમા રહી કોલેજમા અભ્યાસ કરતી 17 વર્ષની છાત્રા દીવાળીનાં તહેવારો કરવા માટે તેમના માતા-પિતાનાં ઘરે આવી હતી. ત્યારે તેણીનુ બે દીવસ પહેલા પેટમા દુ:ખાવો ઉપાડતા તેણીને સારવાર માટે રાજકોટ શહેરની ઝનાના હોસ્પીટલમા ખસેડવામા આવી હતી . આ મામલે તેમની સારવાર ચાલુ હતી. ત્યારબાદ તબીબોએ ેસગીરાને પેટમા 9 માસનો ગર્ભ હોવાનુ જણાવતા માતા-પિતાનાં પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને આ ઘટના મામલે તબીબોએ તુરંત એ ડીવીઝન પોલીસને જાણ કરતા તેમણે એન્ટ્રી નોંધી અને આ ઘટના કાલાવડ પંથકની હોય જેથી કાલાવાડ તાલુકા પોલીસ મથકમા એન્ટ્રી નોંધાવી હતી.

આ ઘટનાની જાણ થતા કાલાવાડ તાલુકા પોલીસનો સ્ટાફ તુરંત ઝનાના હોસ્પીટલે પહોંચ્યો હતો અને તેમના પરીવારજનો અને સગીરાનુ નીવેદન નોંધી સગીરા પર દુષ્કર્મ ગુજારનાર કોણ ? એ અંગે તપાસ શરુ કરી છે. આ ઘટના બાદ આજે સવારનાં સમયે સગીરાએ મૃત બાળકને જન્મ આપતા સગીરાની તબીયત પણ લથડી હતી અને તેમને સારવાર આપવામા આવી રહી હોવાનુ જાણવા મળી રહયુ છે . સગીરાનાં પિતા ખેતી કામ કરે છે અને સગીરા પર દુષ્કર્મ કોણે ગુજાર્યુ ? એ અંગે હાલ પરીવારજનો પણ અજાણ હોય જેથી કાલાવાડ તાલુકા પોલીસનાં સ્ટાફે સગીરાનાં મોબાઇલ ફોનને આધારે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *