રાષ્ટ્રીય શાળાની મુલાકાત લેતા ગુજરાત કોંગ્રેસ પ્રભારી

કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટની મુલાકાતે છે. આજે તેઓએ ટીમ સાથે રાજકોટમાં મહાત્મા…

કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન અંતર્ગત ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રાજકોટની મુલાકાતે છે. આજે તેઓએ ટીમ સાથે રાજકોટમાં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વાસનિકે ગાંધીજીના મૂલ્યો અને વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પોતાના મંતવ્યો સ્પષ્ટપણે રજૂ કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, ગાંધીજીની વિચારધારા આજેય એટલી જ પ્રાસંગિક છે. ત્યારે લોકોએ મહાત્મા ગાંધીની વિચારધારાના માર્ગે પરત ફરવું જોઈએ. તો સંગઠન મજબૂત કરવા જ્યાં પણ જરૂૂર લાગે ત્યાં બદલાવ કરવાની તૈયારી દર્શાવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ પોતાના સાથીદારોમાં જોવા મળી રહેલા ઉત્સાહ અને ઊર્જા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અને જણાવ્યું હતું કે, જે પ્રકારનો ઉત્સાહ અને ઊર્જા અમારા તમામ સાથીદારોમાં જોવા મળી રહી છે, તેનાથી નિશ્ચિતપણે અમે પડકારોનો મુકાબલો મજબૂતી સાથે કરી શકીશું. કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં ગાંધીજીની વિચારધારા, સરદાર પટેલની વિચારધારા અને ભારતના બંધારણમાં અભિપ્રેત મૂળભૂત મૂલ્યો અને આદર્શોના રસ્તે અહીંની રાજનીતિ લાવવામાં ચોક્કસપણે સફળ રહેશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, હું પોતાને ખૂબ ભાગ્યશાળી છું કે મને મહાત્મા ગાંધીજીના સાનિધ્યમાં બનેલી રાષ્ટ્રીય શાળામાં આવવાનો મોકો મળ્યો છે. ગાંધીજીએ આ સંસ્થા દ્વારા શિક્ષણ અને સંગીતનો પ્રચાર-પ્રસાર સમગ્ર ક્ષેત્રમાં કર્યો હતો. ગાંધીજીને શિક્ષણ અને સંગીત બંને પ્રત્યે ખૂબ લાગણી હતી. જો આપણે આપણા જીવનમાં ગાંધીજીના મૂલ્યો ઉતારીએ તો દુ:ખી થવાનું કોઈ કારણ રહેતું નથી, કારણ કે ગાંધીજીનો માર્ગ માનવ કલ્યાણ અને માનવ વિકાસ માટેનો એકમાત્ર વિકલ્પ છે.

કોંગ્રેસના પ્રભારીએ મહાત્મા ગાંધીજીની વિચારધારાની પ્રાસંગિકતા પર ભાર મૂકતા રાજકીય હરીફો પર પણ આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, જે વ્યક્તિ ગાંધીજીમાં વિશ્વાસ રાખે છે, તે શાંતિ, પ્રેમ, સમતા અને કરુણામાં આસ્થા રાખે છે. આનાથી વિપરીત, જેઓ અશાંતિ ફેલાવે છે, હિંસા ફેલાવે છે, દ્વેષ ફેલાવે છે કે નફરત ફેલાવે છે, તેઓ માત્ર બોલીમાં જ ગાંધીજીની વિચારધારા પ્રત્યે સમર્પિત હોવાનું કહી શકે છે, પરંતુ જો તેમના કૃત્યમાં તે પ્રદર્શિત ન થતું હોય, તો હું માનું છું કે તે ગાંધીજીનો માર્ગ નથી. જો કોઈ ભૂલો પડલો વ્યક્તિ ગાંધીજીના રસ્તે પરત ફરે, તો તે ખૂબ જ સારી વાત હશે, કારણ કે ગાંધીજીનો માર્ગ આખરે સત્યનો માર્ગ છે અને અંતે બધાને આ સત્યના માર્ગ પર આવવું જ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *